ખબર

જાણીતા ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નિધન, કોરોના વાયરસથી હતા સંક્રમિત, જાણો

દેશના પ્રખ્યાત ન્યૂઝ એન્કર રોહિત સરદાનાની કોરોના વાયરસના કારણે મોત થઈ ગઈ છે. કોરોના વાયરસના કારણે તેમના નિધનના સમાચાર આવતા જ પત્રકાર જગતમાં શોકનો માહોલ છે.

કોરોના વાયરસથી સંક્રમિત થતાં રોહિત સરદાનાને દિલ્હીની મેટ્રો હોસ્પિટલમા દાખલ કરાયા હતા. જ્યાં 10 દિવસથી સરદાનાની સારવાર ચાલતી હતી. કોરોનાની સારવાર દરમિયાન અચાનક તબિયત બગડતા તેમની હાલત અત્યંત ખરાબ થઈ હતી.

રોહિત સરદાનાને બે પુત્રી છે. તેઓ છેલ્લાં 20 વર્ષથી પત્રકારત્વ જગતમાં સક્રિય હતાં. 2018માં ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. હિન્દી ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે ઉત્તમ ભૂમિકા નિભાવી હતી. તેઓ આજ તકમાં એન્કર તરીકે ઉત્તમ કામગીરી બજાવી રહ્યાં હતાં તો ઝી ન્યૂઝમાં પણ લાંબા સમય સુધી સેવા આપી હતી.

લાંબા સમયથી ટીવી મીડિયાનો ચહેરો રહેલા રોહિત સરદાના હાલ આજ તકમાં પ્રસારિત થતાં શો દંગલમાં એન્કરીંગ કરી રહ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ રોહિત સરદાનાના મોતની જાણકારી આપી છે. આજે સવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું નિધન થઇ ગયુ છે, પરિવારમાં અને મીડિયા જગતમાં તેમના નિધનથી શોકની લહેર ફેલાઇ ગઇ છે.