કૌશલ બારડ લેખકની કલમે

અનાથ દિકરોનું માલિક મનફાવે તેમ કરી રહ્યો હતો શોષણ – કલેક્ટર બન્યા 50 બાળાઓના તારણહાર….! વાંચો સ્ટોરી

તમિલનાડુના તિરુવન્નમલાઈ જીલ્લાના એક મશીનરી હોમમાં દુષ્કૃત્ય એવો ભયાવહ આંચળો ઓઢીને બેઠું છે કે મુળભૂત સંસ્કારો ત્યાંથી કોંસો દુર ભાગે! શેલ્ટર હોમમાં પ્રશિક્ષણ-જતનને બહાને પચાસેક છોકરીઓને રાખવામાં આવી છે. એમાં છે પાંચ વર્ષથી લઈને બાવીસ વર્ષ સુધીની દિકરીઓ. અમુક અનાથ છે તો અમુક તરછોડાયેલી…એ સિવાય તો કોણ આશરો લે મશીનરી હોમનો? છોકરીઓ ખુશ નથી, સુરક્ષિત નથી. એના પર રાક્ષસી છાયા પડેલી છે.એક જ રૂમમાં તેઓ રહે છે. બાથરૂમો પર દરવાજા લાગેલા નથી કે જાણી જોઈને કાઢી જ નાખવામાં આવ્યાં છે! કપડાં બદલવાથી માંડીને બધી પ્રવૃત્તિઓ તેમને એક ઓરડામાં સંયુક્ત રીતે જ કરવી પડે છે. શેલ્ટર હોમના માલિકનો રૂમ પણ બાજુમાં જ છે. એવી રીતે કે જેથી એ માણસ દિકરીઓના કમરામાં અને બાથરૂમમાં ડોકા તાણી શકે અને તાણતો પણ હોય છે! અહીં સ્ટાફમાં કોઈ સ્ત્રી નથી. છે તો માત્ર પુરુષ જ!
તમને એમ થતું હશે કે શા માટે આ છોકરીઓ સહન કરે છે આ બધું? જઈને ફરીયાદ કેમ નથી કરતી? હાં, છોકરીઓ જાય તો છે ફરીયાદ કરવા માટે પણ એ પહેલા જ એના પર મકાન માલિકની અને એના ભાઈની નજર પડી જાય છે. પછી તો દિકરીઓની ખેર નથી! એને મારી-મારીને લોથ કરી નાખે છે. પોતાના રૂમમાં મસાજ કરવા પણ બોલાવે છે. અવધિ તો ત્યારે થાય છે જ્યારે એ બાબતની જાણ થાય છે કે, છોકરીઓના રહેવાના ઓરડામાં સીસીટીવી કેમેરા લાગેલા છે!
સીતાજીનું અપહરણ કરીને લઈ જનાર રાવણે કદી સીતાજીને હાથ નહોતો લગાડ્યો એટલે આ શેલ્ટર હોમના માલિકો સ્વાભાવિક રીતે રાક્ષસથી પણ કોઈ નીચેનો દરજ્જો હોય તો એમાં જ ગણનાપાત્ર હતાં! આવું યૌન શોષણ તો દેશમાં ક્યાં-ક્યાં થતું હશે? આજે હજારો બહેન-દિકરીઓ તમિલનાડુના આ શેલ્ડર હોમની કુમારિકાઓની જેમ પિડાતી હશે. કોણ એમની સહાયતા કરે? જવાબ સાદો છે – એમના રક્ષણ માટે દેશના પ્રત્યેક નાગરીકની ફરજ છે.તમિલનાડુના આ મર્સી ઇદાઈકાલાપુરમ્ નામના શેલ્ટર હોમની દિકરીઓની રખવાળી કરી અહીંના જીલ્લા કલેક્ટરે. કે એસ કંડાસામી નામના IAS ઓફિસરને ખબર મળી અને તેમણે સીધો જ છાપો માર્યો. શારીરિક અને માનસિક રૂપથી જેના પર રીતસર ત્રાસદાયક જુલ્મો થતા હતા એવી પચાસ દિકરીઓને તેમણે છોડાવી અને સરકારી અનાથાશ્રમમાં મોકલી દીધી. લબાન કુમાર નામના શેલ્ટર હોમના માલિકને જેલ ભેળો કરી દીધો. જેમની કાર્યવાહી પોક્સો એક્ટ હેઠળ થવાની છે. મશીનરી હોમને સીલ કરી દીધું.

કે એસ કંડાસામી પર છૂપી રીતે પચાસ દિકરીઓના અંતરના આશિષ વર્ષી રહ્યાં હશે! આજે દેશની દિકરીઓ સુરક્ષિત રહેશે તો આવા બાહોશ અધિકારીઓનો પણ એમાં ફાળો હશે જ તે!

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks