બાબા સિદ્દીકીની પાર્ટીમાં પ્રેગ્નેટ સના ખાનને ખેંચીને લઇ જતો જોવા મળ્યો પતિ અનસ, લોકોએ એટલો ટ્રોલ કર્યો કે અભિનેત્રીને કરવી પડી સ્પષ્ટતા

સના ખાનને પ્રેગ્નેંસીમાં હાથ પકડી ખેંચતો જોવા મળ્યો પતિ અનસ : વીડિયો જોઇ પતિ પર ભડક્યા યુઝર્સ, બોલ્યા- આરામથી ભાઇ તારી પત્ની છે, જાણો સમગ્ર મામલો

બોલિવુડમાં રમજાનના મહિનામાં બધા એક ઇવેન્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે, જ્યાં લગભગ બધા સેલિબ્રિટી એકસાથે જોવા મળે છે. આ ઇવેન્ટ છે બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટી. આ વર્ષે પણ બાબા સિદ્દીકીએ ગત રાત્રે ઇફ્તાર પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં બલિવુડથી લઇ ટીવી જગતની અનેક હસ્તિઓ હાજર રહી હતી, જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે એક એવો વીડિયો વાયરલ થયો, જેને જોઈને લોકોનું લોહી ઉકળી ઊઠ્યું.

આ વીડિયોમાં ઈન્ડસ્ટ્રીની ભૂતપૂર્વ અભિનેત્રી સના ખાન તેના પતિ મુફ્તી અનસ સાથે જોવા મળી રહી છે. પ્રેગ્નેટ સના ખાન પ્રેગ્નેંસીને કારણે ચાલી નહોતી શકતી પણ તેનો પતિ તેનો હાથ પકડીને વીડિયોમાં તેને ખેંચતો લઇ જતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકોએ એક્ટ્રેસના પતિ અનસની ક્લાસ લગાવી. મામલો એટલો વધી ગયો કે સના ખાને પોતે જ પોતાના પતિ વિશે ખુલાસો કરવો પડ્યો.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઈફ્તાર પાર્ટીનો સના ખાનનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં સના ખાન તેની શૌહર અનસ સાથે જોવા મળી રહી છે. સના પ્રેગ્નેટ છે અને બુરખો પહેર્યો હોવા છતાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઈફ્તાર પાર્ટીમાં પ્રવેશ કરતી વખતે સના અને અનસ રોકાયા નહીં પરંતુ સીધા જ ગયા. અહીં અનસ સનાને પોતાની નજીક ખેંચતો જોવા મળ્યો. જ્યારે અભિનેત્રી કહી રહી છે કે મારાથી નથી ચલાઇ રહ્યુ.

હવે આ વીડિયોમાં સના ખાનને થાકેલી હોવા છતાં અનસ ખેંચીને લઇ જતો જોવા મળતા લોકો ગુસ્સે થઈ ગયા અને અનસને ખરી ખોટી સંભળાવી. એક યુઝરે લખ્યું, ‘નોનસેન્સ બિહેવિયર’, જ્યારે બીજાએ લખ્યું, ‘બીચારીને શ્વાસ તો લેવા દે’. ઘણા લોકો સનાની હાલત પર અફસોસ અનુભવી રહ્યા છે અને તેના પતિની ક્લાસ લગાવી રહ્યા છે. જ્યારે આ વીડિયો ઘણો વાયરલ થયો અને સનાનો પતિ ટ્રોલર્સના નિશાના પર આવ્યો ત્યારે સનાને આગળ આવી સ્પષ્ટતા કરવી પડી.

સનાએ કહ્યું, ‘હું જાણું છું કે આ વિડિયો જોનારા લોકોને વિચિત્ર લાગ્યો અને મને પણ. પણ એવું હતુ કે અમે કારમાંથી બહાર આવ્યા ત્યારે ડ્રાઈવર સાથે સંપર્ક તૂટી ગયો. હું લાંબા સમય સુધી ઉભી રહી શકતી ન હતી અને મને તકલીફ થઈ રહી હતી. તેથી ઉતાવળમાં અનસ મને વહેલામાં વહેલી તકે અંદર લઈ જવા માંગતા હતા જેથી હું બેસીને પાણી પી શકું. મેં જ તેને ઝડપથી ચાલવા કહ્યું. કૃપા કરીને તેને ખોટી રીતે ન લો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina
error: Unable To Copy Protected Content!