ફિલ્મી દુનિયાને અલવિદા કહેનારા પૂર્વ એક્ટ્રેસ સના ખાન અને તેના પતિ મૌલાના અનસ સઈદ આજકાલ લાઇમલાઇટમાં આવી ગયા છે. લગ્ન બાદ સના અને તેનો પતિ સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. આ કારણે બંનેને ઘણીવાર ટ્રોલ પણ થવું પડે છે.
View this post on Instagram
સના ખાન સાથે લગ્ન કર્યા બાદ શૌહર મૌલાના અનસ સઈદ મીડિયાની લાઇમલાઇટમાં આવી ગયા હતા. અનસની પહેલી પોસ્ટ સના સાથે લગ્ન બાદની જ હતી. હવે તેની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ સાથે જ તેને એક મેસેજ પણ લખ્યો છે.
View this post on Instagram
અનસ અને સના થોડા દિવસ પહેલા હનીમૂન માટે કાશ્મીર ગયા હતા. ત્યાંથી એક તસ્વીર શેર કરીને અનસએ લખ્યું હતું કે, કોઈના ગુનો કે બુરાઈ જુઓ તો તમારી આંખ પર પડદો રાખી દો. તેની ઈસ્લાહ માટે દુઆ કરો. દુનિયામાં ગુનો પર પડદા રાખો જેથી કયામતમાં અલ્લાહ તમારા ગુનો પર પડદો રાખે, આમીન. અનસની આ પોસ્ટ પર સનાએ કમેન્ટ કરી હતી કે, બેશક.
View this post on Instagram
જણાવી દઈએ કે, સનાના પતિ અનસને તેના લુકને લઈને ઘણીવાર ટ્રોલ કરવામાં આવે છે. લોકોનું કહેવું છે કે, સના અને અનસની જોડી સારી નથી લાગતી. થોડા દિવસ પહેલા સનાએ કહ્યું હતું કે, મેં આ કમેન્ટ માટે લગ્ન નથી કર્યા. મારા પતિ એક સારા માણસ છે. હું તેને ગુડ લુકિંગ માનું છું. કદાચ તમે ના માનતા હોય. પરંતુ મને એ વાતથી કોઈ ફર્ક નથી પડતો.
View this post on Instagram
આ મામલે અનસે જવાબ આપતા કહ્યું હતું કે, લોકોએ વિચારવા માટે આઝદ છે કે અમારી જોડી સારી નથી. પરંતુ અમે જાણીએ છીએ કે અમે સાથે કેટલા સહજ મહેસુસ કરીએ છીએ. મેં ખુદા પાસે સના ખાન સાથે લગ્નની પ્રાર્થના કરી હતી અને ખુદાએ મારી ફરિયાદ સાંભળી લીધી હતી. આ સાથે જ વધુમાં કહ્યું હતું એક, હું વિચારું છું કે, જો મેં કોઈ બીજા સાથે લગ્ન કર્યા હોત તો હું આટલો ખુશ ના રહ્યો હોત. સનાનું દિલ સાફ છે તે કોઈને પણ માફ કરી દે છે. હું હંમેશા એક એવી જ યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો.
View this post on Instagram
સનાએ બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેની અને અનસની પહેલી મુલાકાત ક્યાં અને કયારે થઇ હતી. સનાએ જણાવ્યું હતું કે, અમે પહેલી વાર 2017માં મક્કામાં મળ્યા હતા. તે સમયે હું ભારત ફરી રહી હતી. આ અમારી નાની મુલાકાત હતી. અનસએ મને મુસ્લિમ સ્કોલરના રૂપમાં મુલાકાત કરાવી હતી. એ વાત સાફ હતી કે તે મુફ્તી નહીં પરંતુ આલીમ છે. 2018ના આખરે મેં તેનો કોન્ટેક્ટ કર્યો હતો કારણ કે, મારે ધર્મથી જોડાયેલા થોડા સવાલ પૂછવા હતા. ફરી એક વર્ષ બાદ 2020માં અમારી ફરી વાતચિત થઇ.મને હંમેશાથી ઇસ્લામ ધર્મ વિષે જાણવામાં રસ હતો.