મનોરંજન

આવા ડ્રેસને લઈને લોકોએ આડે હાથ લીધી ચંકી પાંડેની લાડલીને, કોઈએ લખ્યું- આ ભિખારણ કોણ છે? અને પછી…

બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા અનન્યા પાંડે સ્ટાર કિડના કારણે ચર્ચામાં રહેવા લાગી છે. અનન્યાના ડેબ્યુ બાદ તેની મીડિયાકર્મીની ફેવરિટ બની ગઈ છે. તો બીજી તરફ અનન્યા તેની ખુબસુરતીનેકારણે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા ‘લેકમે ફેશન વીક’માં તે લહેંગામાં નજરે આવી હતી ત્યારે લોકો તેના વખાણ કરતા થાકતા ના હતા. પરંતુ અનન્યા તેની ડ્રેસિંગ સેન્સને લઈને ટ્રોલિંગનો શિકાર બની છે.

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અનન્યા બોલીવુડમાં આવી તેને ભલે હજુ ઘણો સમય ન થયો હોય પણ તેની પર્સનાલિટી ,લુક્સ અને સ્ટાઈલમાં ઘણો ફેરફાર નજર આવે છે. અનન્યાના સ્વીટ લુકે દરેક લોકોના દિલમાં તેની જગ્યા બનાવી લીધી હતી. આજકાલ ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ ના પ્રમોશનમાં વ્યસ્ત રહેતી અનન્યા ચર્ચાનો વિષય બની છે. ફિલ્મમાં અનન્યા , કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર નજર આવશે.

સ્વીટ અને સિમ્પલ લાગતી અનન્યા ચર્ચાનો વિષય બની તેનું કારણ તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરેલ તસ્વીરો છે. એ તસ્વીરો શેર કર્યાના થોડા જ સમયમાં ખુબ વાયરલ થઇ હતી.

image source

ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ ના ટ્રેલર લોન્ચમાં અનન્યા પિંક કલરના વી- નેક લેસ શોર્ટ ડ્રેસમાં નજર આવી હતી. અનન્યાએ Alice McCall નો ડ્રેસ પહેરેલ હતો. લાઈટ મેકઅપ, લિપસ્ટિક અને ખુલા કર્લી વાળમાં અનન્યા સ્વીટ ની સાથે પણ લાગી રહી હતી.

image source

અનન્યાના ફેન્સને તેનો આવો ગ્લેમરસ અવતાર ખુબ જ પસંદ આવ્યો હતો. ટૂંક સમયમાં જ અનન્યાએ બોલીવુડમાં તેની એક આગવી ઓળખ ઉભી કરી લીધી છે.

image source

બૉલીવુડ ઘણી ઓછી એક્ટ્રેસ હશે જે મેકઅપ વગર સારી લાગતી હોય છે. આ એક્ટ્રેસમાં શામેલ છે. બોલીવુડની યંગ એન્ડ બ્યુટી ગર્લ અનન્યા પાંડે. અનન્યા પાંડેએ હાલમાં જ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. છતાં પણ તેના લુક અને સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે.

અનન્યા પાંડેની તસ્વીર વાયરલ થતી રહે છે. તેનું સૌથી મોટું કારણ તે યંગ સ્ટાઈલિશ ડિવા છે. અનન્યા તેની સ્ટાઇલથી દરેક વખતે ફેન્સને ચોંકાવી દે છે. કોઈ પાર્ટી હોય કે એરપોર્ટ પર તેનો જલવો હોય છે. અનન્યાની સૌથી ખાસ વાત તો એ છે કે, તે ગમે તે પહેરે સ્ટાઈલિશ જ દેખાઈ છે.

અનન્યા પાંડેને હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ નવી એક્ટ્રેસ હંમેશાની જેમ એરપોર્ટ લુકમાં કમ કમાલ લાગી રહી હતી. અનન્યા પાંડેએ એરપોર્ટ લુકમાં આ વખતે કૈંમોંફલાજ ચેમ્પર પર પસંદગી ઉતારી હતી.

આ રોમપર ફક્ત જોવામાં જ કુલ જ ના હતા પરંતુ પહેરવાથી પણ અનન્યા ઘણી કમ્ફર્ટેબલ લાગી રહી હતી. આ 20 વર્ષની એક્ટ્રેસ નો મેકઅપ લુકમાં એકદમ સિમ્પલ લાગી રહી હતી. અનન્યાએ રોમપરની સાથે લુઇ વીટોન નું નેવરફૂલ જીએમ બેગ કેરી કર્યું હતું. અનન્યાના લુકની સાથે તેનું બેગ હેરાન કરનારું હતું. આ બેગની કિંમતમાં એક બાઈક આવી જાય. અનન્યાના આ લુઇ વીટોન બેગની કિંમત 1,320 યુએસ ડોલર એટલે કે 94,149 રૂપિયા છે.

સાથે જ અનન્યાએ તેના લુકને ગુચીનાં સ્નીકર્સ સાથે પૂરો કર્યો હતો. ગુચીનાં આ સ્નીકર્સ 650 યુએસ ડોલર એટલે કે 46,631 રૂપિયા છે.એટલે કે અનન્યા જોવામાં ભલે સિમ્પલ લાગી રહી હોય પરંતુ તેના પુરા લુકની કિંમત 1,40,510 રૂપિયા છે.

અનન્યા પાંડેએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને તારીયા સુતરીયા લીડ રોલમાં હતા.એક પ્રમોશનલ ઈવેન્ટ સમયે અનન્યાએ એક્ટર વિશે વાત કરી જેને તે ખૂબ પસંદ કરે છે. તેણે જવાબ આપ્યો કે તેને વરુણ ધવન ગમે છે.

અનન્યા પાંડે સ્કાય બ્લુ કલરના સ્પેગિટી ટોપ અને વ્હાઇટ કલરના પાયજામમાં મુંબઈમાં આરામથી ફરતી હતી ત્યારે સ્પોટ થઇ હતી. સાથે જ અનન્યાએ પિન્ક કલરના સ્લીપર પહેર્યા હતા. કપડાં જોઈને લાગી રહ્યું હતું કે, તે ઘણી રિલેક્સ મૂડમાં છે, પરંતુ અનન્યાની આ તસ્વીર જોઈને લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

#ananyapandey snapped in mumbai today #viralbayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ તસ્વીર વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શેર કરતા જ લોકોએ અલગ-અલગ કમેન્ટ કરવા લાગ્યા હતા. લોકોએ કમેન્ટ કરતા લખ્યું હતું કે,સેલેબ્સ ફાટેલા પાયજામાની પેન્ટ કેમ પહેરતા હશે?

 

View this post on Instagram

 

@ananyapanday at dance rehearsal hall andheri. . . . . #ananyapandey

A post shared by Bolly Hub (@bolly.hub) on

થોડા સમય પહેલા અનન્યાની ફેન્સે ઘણી આલોચના કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં અનન્યાએ કહ્યું હતું કે, તેને લાગે છે કે હોલીવુડની બહેતરીન ફિલ્મ ગોડફાધર ઓવરરેટેડ લાગે છે.

 

View this post on Instagram

 

99% angel 1% … 👀🤪😈🤷🏻‍♀️😉 @onlyindia

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

સાથે એ પણ કહ્યું હતું કે, ગોડફાધર તેને જોઈ નથી. આ વાત પર લોકો ભડક્યા હતા. એક શખ્સે લખ્યું હતું કે, ‘જો કોઈ એકટરને લાગે છે કે, ગોડફાધર આએક ઓવરરેટેડ ફિલ્મ છે, તો તેને એક્ટિંગ છોડીને મેન્ટલ હોસ્પિટલમાં જવું જોઈએ.’

 

View this post on Instagram

 

/səˈren.ə.ti/

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

અનન્યાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલમાં કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે ‘પતિ. પત્ની અને વો’નું શૂટિંગ ખતમ કર્યું છે. આ ફિલ્મમાં અનન્યા કાર્તિકની આસિસટન્ટ અને એક્સ્ટ્રા મેરિટલ અફેરવળી ગર્લફ્રેન્ડનો રોલ કરે છે.