અનન્યા પાંડેના ઘરમાં ખુશખબરી: બની ગઈ માસી, ભાણિયાનો સુંદર વીડિયો આવ્યો સામે, કપલે કર્યું લિપલોક, જુઓ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

માસી બની ગઈ અભિનેત્રી અનન્યા પાંડે, ભાણિયાનો સુંદર વીડિયો આવ્યો સામે, કપલે કર્યું લિપલોક, જુઓ

Ananya Panday Welcomes Nephew :મનોરંજન જગતમાંથી આવતી ખુશ ખબરીઓ સાંભળીને ચાહકો પણ ખુબ જ ખુશ થઇ જતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ખુશ ખબરી બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી અનન્યા પાંડેના ઘરમાંથી આવી રહી છે. અનન્યા પાંડેની કઝીન અલાના પાંડેએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો છે. અનન્યા હવે માસી બની ગઈ છે અને તે ખૂબ જ ખુશ છે. અલાનાએ પતિ આઇવર મેકક્રે સાથે તેના દીકરાનું સ્વાગત કર્યું છે.

અલાનાએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરતાની સાથે જ તેની બહેન અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ પણ સોશિયલ મીડિયા પર માસી બનવાની ખુશી વ્યક્ત કરી હતી. અનન્યાએ એ પણ જણાવ્યું કે તેનો એક સુંદર ભાણિયો છે. આ માહિતી બાદથી ચાહકો તેને માસી બનવા માટે સતત અભિનંદન આપી રહ્યા છે. અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડેએ ગયા વર્ષે માર્ચમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ આઈવર મેકક્રે સાથે લગ્ન કર્યા હતા.

અલાના લગ્નના થોડા મહિના પછી જ ગર્ભવતી બની હતી. અલાના અને આઇવરે પણ થોડા મહિના પહેલા એક વિડીયો શેર કરીને જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે. અલાના અને આઇવરે સોશિયલ મીડિયા પર તેમના બાળક સાથે ખૂબ જ સુંદર વીડિયો બનાવ્યો અને તેને આવકારવા માટે શેર કર્યો. સોમવારે સવારે તેણે એક વીડિયો સાથે જણાવ્યું કે તેને એક પુત્ર છે. આ ખાસ વીડિયોમાં અલાના, આઈવર અને તેમનો પુત્ર વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alanna Panday (@alannapanday)

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel