પોતાનાથી 32 વર્ષ મોટા સલમાનને પોતાનો પતિ બનાવવા ઇચ્છે છે આ એક્ટ્રેસ જેની સુંદરતાના દિવાના છે લાખો છોકરાઓ, જાણો કોણ છે આ અભિનેત્રી

જેની સુંદરતાના દિવાના છે લાખો છોકરાઓ, જાણો કોણ છે આ અભિનેત્રી

53વર્ષીની ઉંમરમાં પણ સલમાન ખાનની પોપ્યુલારીટી તથા મહિલા ફેન ફોલોઇંગ વધતી જ જાય છે. સામાન્ય વ્યક્તિ હોય કે પછી કોઇ સ્ટાર હોઇ દરેક સલમાન પાછળ ક્રેઝી છે. જો કે એ વાત અલગ છે કે આજ સુધી સલમાને લગ્ન કર્યા નથી. એવુ પણ નથી કે સલમાનનું નામ તેની ફિલ્મની કોઇ અભિનેત્રી સાથે ન જોડાયું હોય. ઐશ્વર્યા હોય કે કેટરિના દરેક સાથે તેના અફેરની ચર્ચા ખુબ જ થવા લાગી છે. તેની વચ્ચે બોલિવુડમાં થોડા સમય પહેલા જ ડેબ્યુ કરનાર અભિનેત્રીએ સલમાનને લઇને પોતાની ઇચ્છા જાહેર કરી હતી.

આ અભિનેત્રી બીજુ કોઇ નહીં પરંતુ બોલિવુડ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા છે. અનન્યા પાંડેએ ફિલ્મ `સ્ટુડન્ટ ઓફ ધ યર-2′ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ કિસ્સો તે સમયનો છે જ્યારે અનન્યા તેની બીજી ફિલ્મ `પતિ પત્ની ઓર વો’ના પ્રમોશન માટે એક વેબસાઇટના ઇન્ટરવ્યુ માટે પહોંચ્યા હતા.

આ ઇન્ટરવ્યુમાં અનન્યાએ સલમાન ખાનને લઇને મોટી વાત કહી દીધી. જેને સાંભળીને તમને પણ નવાઇ લાગશે. અનન્યાને પુછવામાં આવ્યું કે, તે કોને પોતાનો પતિ અને વો બનાવા ઇચ્છે છે? ત્યારે એક્ટ્રેસે કહ્યું કે,`હું સલમાનને મારો પતિ અને સલમાન ખાનની ફિલ્મ જુડવા હતી તો, વો પણ તે સલમાનને જ બનાવા ઇચ્છે છે.’ નવાઇની વાત એ છે કે સલમાન અને અનન્યાની ઉંમરમાં ઘણું અંતર છે. સલમાન 53 વર્ષના છે જ્યારે અનન્યા 21 વર્ષની છે. એટલે કે સલમાનની ઉંમર 32 વર્ષ નાની છે.

અનન્યા પહેલા કાર્તિકને `પત્ની અને વો’ને લઇને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. ત્યારે કાર્તિકને કિયારા અડવાણી, નુસરત ભરુચા, સારા અલી ખાન અને તારા સુતરિયાનું નામ કહેવામાં આવ્યું હતું. કાર્તિકે સારા અલી ખાન અને નુસરત ભરુચાને પત્ની તરીકે પસંદ કર્યા જ્યારે કિયારા અને તારાને વો તરીકે પસંદ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અનન્યા પાંડે, કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર સ્ટાર ફિલ્મ `પતિ પત્ની ઓર વો’ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મ ફેમિલી કોમેડી હતી.

YC