બૉલીવુડ ઘણી ઓછી એક્ટ્રેસ હશે જે મેકઅપ વગર સારી લાગતી હોય છે. આ એક્ટ્રેસમાં શામેલ છે. બોલીવુડની યંગ એન્ડ બ્યુટી ગર્લ અનન્યા પાંડે. અનન્યા પાંડેએ હાલમાં જ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. છતાં પણ તેના લુક અને સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે.
અનન્યા પાંડેની તસ્વીર વાયરલ થતી રહે છે. તેનું સૌથી મોટું કારણ તે યંગ સ્ટાઈલિશ ડિવા છે. અનન્યા તેની સ્ટાઇલથી દરેક વખતે ફેન્સને ચોંકાવી દે છે. કોઈ પાર્ટી હોય કે એરપોર્ટ પર તેનો જલવો હોય છે. અનન્યાની સૌથી ખાસ વાત તો એ છે કે, તે ગમે તે પહેરે સ્ટાઈલિશ જ દેખાઈ છે.
અનન્યા પાંડેને હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ નવી એક્ટ્રેસ હંમેશાની જેમ એરપોર્ટ લુકમાં કમ કમાલ લાગી રહી હતી. અનન્યા પાંડેએ એરપોર્ટ લુકમાં આ વખતે કૈંમોંફલાજ ચેમ્પર પર પસંદગી ઉતારી હતી.
આ રોમપર ફક્ત જોવામાં જ કુલ જ ના હતા પરંતુ પહેરવાથી પણ અનન્યા ઘણી કમ્ફર્ટેબલ લાગી રહી હતી. આ 20 વર્ષની એક્ટ્રેસ નો મેકઅપ લુકમાં એકદમ સિમ્પલ લાગી રહી હતી. અનન્યાએ રોમપરની સાથે લુઇ વીટોન નું નેવરફૂલ જીએમ બેગ કેરી કર્યું હતું.
અનન્યાના લુકની સાથે તેનું બેગ હેરાન કરનારું હતું. આ બેગની કિંમતમાં એક બાઈક આવી જાય. અનન્યાના આ લુઇ વીટોન બેગની કિંમત 1,320 યુએસ ડોલર એટલે કે 94,149 રૂપિયા છે.
સાથે જ અનન્યાએ તેના લુકને ગુચીનાં સ્નીકર્સ સાથે પૂરો કર્યો હતો. ગુચીનાં આ સ્નીકર્સ 650 યુએસ ડોલર એટલે કે 46,631 રૂપિયા છે.એટલે કે અનન્યા જોવામાં ભલે સિમ્પલ લાગી રહી હોય પરંતુ તેના પુરા લુકની કિંમત 1,40,510 રૂપિયા છે.
અનન્યાના ફિલ્મની વાત કરવામાં આવે તો તે આજકાલ કાર્તિક આર્યનની સાથે ફિલ્મ પતિ, પત્ની અને વો’ના શૂટિંગ માં વ્યસ્ત છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરના રિલીઝ કરવામાં આવશે.
અનન્યા પાંડેએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને તારીયા સુતરીયા લીડ રોલમાં હતા.એક પ્રમોશનલ ઈવેન્ટ સમયે અનન્યાએ એક્ટર વિશે વાત કરી જેને તે ખૂબ પસંદ કરે છે. તેણે જવાબ આપ્યો કે તેને વરુણ ધવન ગમે છે.
તેણે કહ્યું કે વરુણ ધવન ક્યૂટ અને ચાર્મિંગ છે અને તેનું એનર્જી લેવલ ગજબનું છે. અનન્યાએ તેમ પણ જણાવ્યું કે વરુણને પણ ખબર છે કે તે તેને પ્રેમ કરે છે, જેના કારણે તેના માટે સ્થિતિ અજીબ થઈ જાય છે.
અનન્યા પાંડે કરણ જૌહરની મુવી ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ. એ ફિલ્મ જોકે બહુ ચાલી ન હતી પણ ફિલ્મમાં તેણે દમદાર ભૂમિકા નિભાવી હતી અને પ્રશંસકોને તેની ભૂમિકા ખુબજ ગમી હતી. ‘પતિ પત્ની ઓર વો’ આર્યનની બીજી ફિલ્મ છે.
View this post on Instagram
વીતેલા દાયકાના જાણીતા એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ કહ્યું હતું કે મને તો સ્પર્ધામાં ખૂબ રસ પડે, શરત એટલી જ કે સ્પર્ધા તંદુરસ્ત અને ખેલદિલીયુક્ત હોવી જોઇએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.