અનન્યા પાંડેએ ન પહેરવાનું પહેરીને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, ફેન્સે કહ્યું આટલી પાતળી છો તો પણ આવું ફિગર…

ફેન્સ આ PHOTOS જોતા જ બેકાબુ થઇ ગયા…ઉફ્ફ્ફ

અનન્યા પાંડે બોલિવુડની યંગ અને ટેલેન્ટેડ અભિનેત્રીમાંની એક છે. અનન્યાએ એક ફોટોશૂટ કરાવ્યુ છે. જેને કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. શનિવારે અનન્યા પાંડેએ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ છે. તેણે મેગેઝીન ફોટોશૂટના કવરને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યુ છે.

આ તસવીર પર તેની મિત્ર સુહાના અને નવ્યા સાથે સાથે તેના કથિત બોયફ્રેન્ડ ઇશાન ખટ્ટરે પણ કમેન્ટ કરી તેની પ્રશંસા કરી છે. કોસ્મો પોલિટન ઇંડિયા માટે અનન્યા પાંડેએ ફોટોશૂટ કરાવ્યુ છે. આ તસવીરમાં તેણે ટ્રાઉઝર્સ અને ટોપ પહેર્યુ છે. તેણે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, શુગર એન્ડ સ્પાઇસ એન્ડ એવરીથિંગ નાઇસ.

અનન્યાએ મેકઅપ સાથે સ્મોકી આઇઝ અને વેવી વાળોને ખુલ્લા રાખવા સાથે તેના લુકને કમ્પલિટ કર્યો છે. આ ઉપરાંત તેણે એક નાનું પેંડેંટ પણ ગળામાં પહેર્યુ છે. અનન્યાના તસવીર શેર કર્યા બાદથી જ તેના કમેન્ટ સેક્શનમાં ચાહકો પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે. આ સાથે સાથે સેલેબ્સ અને સ્ટારકિડ્સ પણ રિએક્શન આપી રહ્યા છે.

તેની મિત્ર સુહાના ખાને લખ્યુ, ઓહ માય ગોડ. આ સાથે જ હાર્ટ ઇમોજી પણ શેર કરી છે. ત્યાં ઇશાન ખટ્ટરે ફાયર અને રેડ ચિલી ઇમોજી શેર કરી છે. ફરાહ ખાન, મલાઇકા અરોરા, નવ્યા નવેલી નંદા, દીપિકા પાદુકોણ અને મહીપ કપૂરે પણ અનન્યાની પ્રશંસા કરી છે.

અનન્યા પાંડેના વર્કફ્રંટની વાત કરીએ તો, તેની પાસે આ સમયે ઘણા પ્રોજેક્ટ્સ છે. અભિનેત્રી વિજય દેવરકોંડા સાથે તેની અપકમિંગ ફિલ્મ “લાઇગર”માં જોવા મળશે. આ સાથે તે શકુન બત્રાની અનટાઇટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે દીરિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે.

તમને જણાવી દઇએ કે, અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરે સાથે ફિલ્મ “ખાલી પીલી”માં કામ કર્યુ હતુ. આ ફિલ્મ બાદથી બંનેના અફેરની ચર્ચા થઇ રહી છે. બંને સાથે માલદીવમાં વેકેશન મનાવવા પણ ગયા હતા. ઇશાન અને અનન્યાને સાથે સ્પોટ પણ કરવામાં આવે છે, પરંતુ તેઓ એકબીજાને સારા મિત્રો જણાવે છે.

Shah Jina