અનન્યા પાંડેએ રેંપ પર ઉતરી આપ્યો જોરદાર ઝટકો, આદિત્ય રોય કપૂર સાથે વેકેશન બાદ ખૂબ જ બોલ્ડ થઇ ગઇ છે અભિનેત્રી

કમર લચકાતી-મટકાતી રેંપ પર એવી રીતે ચાલી અનન્યા પાંડે કે જોતા જ રહી ગયા બધા, જુઓ તસવીરો

Ananya Panday in golden shimmery dress: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ હાલમાં જ એક ફેશન શોમાં પોતાની સુંદરતા બતાવી છે. ગોલ્ડન કલરના સેક્સી હાઈ સ્લિટ સ્કર્ટમાં રેમ્પ પર વોક કરતી વખતે અનન્યા પાંડેએ પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવી દીધા. અનન્યા પાંડેના ફેશન શોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

ગોલ્ડન આઉટફિટમાં અનન્યા પાંડેનો જલવો
અનન્યા પાંડેએ એક ફેશન શો દરમિયાન ગોલ્ડન બોલ્ડ આઉટફિટમાં પોતાની સ્ટાઈલ ફ્લોન્ટ કરી. અનન્યા પાંડેની સ્ટાઈલ અને લુક જોઈને દરેક વ્યક્તિ અભિનેત્રીના વખાણમાં પુલ બાંધતા જોવા મળ્યા. અનન્યા પાંડેએ ફેશન વીકમાં ગોલ્ડન લીવ્ઝ સ્ટાઇલ સ્કર્ટ પહેરીને રિમઝિમ દાદુ માટે રેમ્પ વોક કર્યું હતુ. વેસ્ટર્ન આઉટફિટમાં અનન્યા ગોલ્ડન પત્તાવાળા આઉટફિટમાં તેની પાંખો ફેલાવતી જોવા મળી હતી. અનન્યા પાંડેના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે.

ફેશન વીકમાં કર્યુ રેંપ વોક
જણાવી દઇએ કે, અનન્યા પાંડે 2023ના ઈન્ડિયા કોચર ફેશન વીકમાં ભાગ લેનારી આગામી મોટી સ્ટાર બની ગઈ છે. અત્યાર સુધી અભિનેત્રી જાહ્નવી કપૂર, રણબીર કપૂર અને ઈશાન ખટ્ટર, શોભિતા ધુલીપાલા જેવા સ્ટાર્સે આ ફેશન ઈવેન્ટમાં પોતાનો ચાર્મ ફેલાવ્યો છે. હવે આ સ્ટાર્સની યાદીમાં અનન્યા પાંડેનું નામ પણ જોડાઈ ગયું છે. જે તાજેતરમાં જ મુંબઈમાં યોજાયેલા આ ફેશન શોનો ભાગ બની હતી.

અભિનેત્રીનું વર્કફ્રન્ટ
ઉલ્લેખનીય છે કે ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ સિવાય અનન્યા તેની સ્ટાઇલ અને અદભૂત ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. અનન્યા પાંડેના અપકમિંગ ફિલ્મ્સના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે લાઇગર ફિલ્મમાં જોવા મળી હતી. ત્યારે હવે અનન્યાની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 છે, આ ફિલ્મમાં અભિનેત્રી આયુષ્માન ખુરાના સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Brides Today (@bridestodayin)

Shah Jina