દિગ્ગજ એક્ટરના માતાનું થયું હતું નિધન, જુઓ અંતિમ સંસ્કારમાં સેલિબ્રિટીઓ ઉમટી પડ્યા

૨૦૨૧ વર્ષ તો ૨૦૨૦ કરતા પણ વધુ ખરાબ નીકળ્યું…હવે તો એક પછી એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. દિગ્ગજ એક્ટર ચંકી પાંડેની (Chunky Panday) માતા સ્નેહલતા પાંડેનું (Snehlata Panday) શનિવારે નિધન થયું છે. થોડા દિવસ પહેલા દિલીપ કુમારનું (dilip kumar) પણ અવસાન થયું હતું.

હાલમાં જ એવા ન્યુઝ મળ્યા કે બોલિવૂડમાં ફરી શોકની લાગણી ફેલાઈ હતી. લોગ હજી દિલીપ કુમારના જવાના ગમમાં ઉભરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યાં વધુ એક દુઃખદ સમાચાર આવી ગયા.

આ ન્યુઝ વાયરલ થતા જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ના કલાકારો અને ચંકી પાંડેના મિત્ર સ્નેહલતાના અંતિમ દર્શન માટે મુંબઈના બાંદ્રા સ્થિત ઘરે પહોંચવા લાગ્યા. અભિનેતાની મમ્મીના નિધન બાબતે વિસ્તૃત જાણકારીની રાહ જોવાઈ રહી છે.

અનેક બોલિવૂડ કલાકાર બાંદ્રા સ્થિત એક્ટરની માતાના ઘરે પહોંચીને ચંકીનું દુઃખ વહેચવા લાગ્યા હતા. અભિનેતાના મમ્મી સ્નેહલતા પાંડે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની દાદી હતી. દાદીનું દુનિયાને અલવિદા કહેવા પર ખુઃબજ દુઃખી છે. શોક વ્યક્ત કરવા માટે સ્નેહલતાના ઘરની બહાર તેમના પરિવારના સભ્યો, ચંકી પાંડેના નજીકના મિત્રો અને સંબંધીઓ હાજર દેખાયા.

બોલીવુડના ફેમસ એક્ટર ચંકી પાંડે અને નવી સ્ટાર કિડ અનન્યા પાંડેનાં દાદી સ્નેહલતા પાંડેનું 10 જુલાઈ, શનિવારના રોજ 85 વર્ષની વયે અવસાન થયું છે. અભિનેતા પાંડે, પત્ની ભાવનાથી લઈને દોસ્તોમાં દંપતી સમીર સોની- નીલમ કોઠારી વગેરેને સ્નેહલતા પાંડેની અંતિમવિધિ માટે આવી પહોંચ્યાં હતાં.

એક્ટ્રેસ અનન્યા પોતાના કોઈ કામ ધંધાને લીધે પાછળથી અંતિમવિધિમાં સામેલ થઈ હતી. ચંકી, તેનો ભાઈ ચિક્કી પાંડે અને મિત્ર સમીર સોનીએ સ્નેહલતા પાંડેની નનામીને કાંધ આપી હતી. તેમની સ્મશાનયાત્રા તેમનાં બાન્દ્રા સ્થિત નિવાસસ્થાનેથી શરૂ થઈ હતી, અને અંતિમસંસ્કાર સાંતાક્રૂઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આની પહેલા 2019 માં, તેની દાદીના બર્થ ડે પર, અનન્યા પાંડેએ એક સુંદર વીડિયો શેર કર્યો હતો. આ સાથે યંગ હિરોઈને ઇન્સ્ટાગ્રામ પર દાદીને શુભેચ્છા પાઠવી હતી. વીડિયોમાં સ્નેહલતા પાંડે ‘જવાની સોંગ’ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

બોલીવુડના અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી, અનન્યાએ ખુબ ઓછા સમયમાં સારી એવી ઓળખ મેળવી લીધી છે. અનન્યા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.

એક્ટર ચંકી તેની મમ્મીના અવસાનથી દુ:ખમાં સરી ગયો છે જે તમે તસ્વીરોમાં જોઈ શકો છો. તે તેની મમ્મીની ખૂબ નજીક હતો. હાલમાં અભિનેતાની માતાના મોતનું કારણ જાણી શકાયું નથી. દરમિયાન, તમામ હસ્તીઓ મુંબઈના બાંદ્રામાં સ્નેહલતાના ઘરે પહોંચવાની શરૂઆત કરી દીધી છે.

એક્ટર અને તેની પત્ની ભાવના પાંડેના નિકટ ગણાતા અભિનેતા સમીર સોની અને અભિનેત્રી નીલમ પાંડે ઘરે પહોંચી ગયા છે. આ સિવાય ડીની પાંડે Deanne Panday પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

YC