મનોરંજન

ચંકી પાંડેની લાડલી અનન્યા આ કોની જોડે માલદીવ રજા માણવા નીકળી પડી? હોંશ ઉડશે નામ જાણીને

અનન્યા પાંડેની સ્ટાઇલ જોવા મળતી સૌથી કોમન વસ્તુ હોય તો તે છે તેની શોર્ટ લેન્થ. અનન્યા ઘણીવાર ડેનિમ શોર્ટ્સ, મીની સ્કર્ટ અને મીની ડ્રેસમાં જોવા મળે છે.અનન્યાને ઘણી વાર ટ્રોલ પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને માતા તરફથી ટૂંકા વસ્ત્રો માટેનો પ્રેમ વારસામાં મળ્યો છે. હા, જો તમે અનન્યાની માતા ભાવના પાંડેની જૂની અથવા લેટેસ્ટ તસવીરો જુઓ તો તમને સ્પષ્ટ થઈ જશે કે તેમને આવા કપડાં પણ કેટલા ગમે છે.

Image Source

2021ને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે નવા વર્ષની ઉજવણીમાં ઘણા લોકો પાર્ટી કરશે. આ દરમિયાન બોલીવુડના સિતારાઓ પણ પાર્ટીઓ કરતા નજરે આવશે. ઘણા કલાકારો દેશની બહાર પણ પાર્ટી કરવા માટે પહોંચ્યા છે, ત્યારે આ દરમિયાન જ અભિનેતા શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પણ એરપોર્ટ ઉપર સ્પોટ થયો હતો. ઈશાન ખટ્ટર સાથે અભિનેત્રી અનન્યા પાંડે પણ સ્પોટ થઇ હતી. ખબરો પ્રમાણે બંને નવા વર્ષની ઉજવણી કરવા માટે માલદીવ જવા માટે રવાના થયા છે.

Image Source

માલદીવ હાલમાં બૉલીવુડ સીતારાઓનું બીજું ઘર બની ગયું છે. ઘણા બધા સેલેબ્રિટીઓ માલદીવમાં રજાઓનો આનંદ માણવા માટે પહોંચ્યા હતા, હવે તેમાં ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેનું પણ નામ જોડાઈ ગયું છે.

Image Source

બુધવારે સવારે જ ઈશાન અને અનન્યાને એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અનન્યાએ સફેદ રંગનું ટોપ અને ટાઈ-ડાઇ પેન્ટ પહેર્યું હતું, તેના વાળ ખુલ્લા હતા. તો ઈશાન આ દરમિયાન સફેદ ટી શર્ટ અને મેચિંગ પેન્ટમાં જોવા મળ્યો હતો. આ સાથે જ તેને બ્રાઉન કલરનું લેધર જેકેટ પણ પહેર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

છેલ્લા કેટલાય સમયથી ઈશાન અને અનન્યા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ખબરો સામે આવી રહી છે. જો કે તેમને પોતાના સંબંધોને લઈને કોઈ જાહેરાત નથી કરી. થોડા દિવસ પહેલા જ બંને કૈટરીનાની ક્રિસમસ પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યા હતા. ઈશાન અને અનન્યાએ ફિલ્મ “ખાલી પીલી”માં સાથે કામ કર્યું છે.