મનોરંજન

અનન્યા પાંડેને તેની માતા તરફથી વારસામાં મળ્યો છે શોર્ટ કપડાં પ્રત્યેનો પ્રેમ, જૂની તસ્વીરમાં જોવા મળશે શોર્ટ ડ્રેસનો અલગ જ અંદાજ

જેવી માં એવી દીકરી, જુઓ સ્ટ્રગલર કવિન અનન્યા પાંડેની મમ્મી કેવા કેવા કપડાં પહેરતી

અનન્યા પાંડેની સ્ટાઇલ જોવા મળતી સૌથી કોમન વસ્તુ હોય તો તે છે તેની શોર્ટ લેન્થ. અનન્યા ઘણીવાર ડેનિમ શોર્ટ્સ, મીની સ્કર્ટ અને મીની ડ્રેસમાં જોવા મળે છે.અનન્યાને ઘણી વાર ટ્રોલ પણ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

પરંતુ શું તમે જાણો છો કે તેને માતા તરફથી ટૂંકા વસ્ત્રો માટેનો પ્રેમ વારસામાં મળ્યો છે. હા, જો તમે અનન્યાની માતા ભાવના પાંડેની જૂની અથવા લેટેસ્ટ તસવીરો જુઓ તો તમને સ્પષ્ટ થઈ જશે કે તેમને આવા કપડાં પણ કેટલા ગમે છે.

ભાવના પાંડે અને ચંકી પાંડે હંમેશા સ્ટાઇલિશ કપલ્સ રહ્યા છે. આ પુરાવા તે બંનેની જૂની તસ્વીરમાં જોઇ શકાય છે. ચંકી પાંડેએ થોડા સમય પહેલા થ્રોબેક તસવીર શેર કરી હતી, જેમાં તે પત્ની સાથે ઉભો જોવા મળ્યો હતો. આ તસવીર તેની ચેન્નઈની યાત્રાની યાદોથી જોડાયેલી છે. ફોટામાં ભાવના કોટન ફ્લેરેડ શોર્ટ્સ અને મેચિંગ ક્રોપ ટોપમાં જોવા મળી શકે છે. તેણે આ ફ્લોરલ આઉટફિટ સાથે બ્લેક ચશ્મા અને પ્લેટફોર્મ હીલ્સ પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Chunky Panday (@chunkypanday) on

વધુ બે તસવીરોમાં ભાવના અને ચંકી પાર્ટી મોડમાં જોવા મળ્યાં હતાં. એક તસ્વીરમાં ભાવનાને જોતા, એવું લાગે છે કે તે કોસ્ચ્યુમ પ્લે માટે તૈયાર થઇ હતી. આમાં તે લેધરના બોડી શૂટ પહેરેલી જોઈ શકાય છે. તેમાં વેસ્ટ પર બેલ્ટ પણ હતો, જે તેની પાતળી કમરને હાઇલાઇટ કરતો હતો. બીજી તસવીરમાં ભાવના સિલ્વરમિની ડ્રેસમાં જોવા મળી રહી છે. સિક્વિન વર્ક સાથેનો આ ડ્રેસ અને તેની બે સાઇડની પોની હેરસ્ટાઇલ તેને મધુર અને લુક આપી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Chunky Panday (@chunkypanday) on

શોર્ટ ડ્રેસ માટે ભાવનાનો પ્રેમ જૂની તસવીરોમાં તેમજ હાલના સમયમાં જોવા મળે છે. ઘણી વાર રેડ કાર્પેટ પર પણ શોર્ટ લેન્થ પાર્ટી ડ્રેસમાં સ્પોટ થતી જોવા મળે છે. જેમાં તે ઘણી યંગ નજરે ચડે છે.

 

View this post on Instagram

 

Happy Children’s day 👭 @ananyapanday @rysapanday ❤😍🤩😘

A post shared by Chunky Panday (@chunkypanday) on

ભાવના અને અનન્યા ઘણી વાર શોર્ટ ડ્રેસમાં સ્પોટ થાય છે. તે દરમિયાન તે ઘણી વખત શોર્ટ લેન્થ સ્કર્ટ, ડ્રેસ અથવા ટી-શર્ટ અથવા શર્ટ ડ્રેસમાં જોવા મળે છે. આ સાથે તે હીલ્સથી સ્નીકર્સ સુધીની મેચ કરે છે. જ્યારે મમ્મી જ આવા શોર્ટ કપડાં પહેરતી હોય ત્યારે દીકરી માટે આટલા શોર્ટ ડ્રેસ પહેરવા સામાન્ય વાત છે.