એક જ ફ્રેમમાં જોવા મળ્યા શિલ્પા શેટ્ટી અને અનન્યા પાંડે ! વીડિયોમાં સ્વાદિષ્ટ ભોજન જોઇને આવી જશે મોઢામાં પાણી

શિલ્પા શેટ્ટી બોલિવૂડની ફિટનેસ ફ્રીક અભિનેત્રી છે. તે તેના સારા સ્વાસ્થ્યનું રહસ્ય સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે પોતાના ડાયટને લઈને પણ ખૂબ સજાગ રહે છે. પરંતુ શિલ્પાને સ્ટ્રીટ ફૂડ પણ ખૂબ જ પસંદ છે અને તેણે આવા ઘણા વીડિયો પણ શેર કર્યા છે, જેમાં તે જલેબી અથવા સમોસા ખાતી જોવા મળે છે. શિલ્પાએ તાજેતરમાં જ અભિનેત્રી અનન્યા પાંડે સાથે બિન્ગીગ કર્યું હતું. આમાં શિલ્પા અને અનન્યા સાથે ચંકી પાંડે પણ સામેલ હતા. કસ્ટર્ડ ઉપરાંત ડોનટ્સ, સ્વાદિષ્ટ ચોકલેટ પ્લેટર પણ વાનગીનો એક ભાગ હતા.

આ સિવાય બીજી પણ ઘણી એવી વાનગીઓ હતી જેને જોઈને કોઈના પણ મોંમાં પાણી આવી જાય. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના બે પ્રિય મહેમાનો અનન્યા પાંડે અને ચંકી પાંડે સાથે સમય પસાર કરતી જોવા મળી હતી. વીડિયોમાં ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે ચંકી પાંડેની એન્ટ્રી થાય છે. આટલું બધું ભોજન જોઈને તેઓ પણ ચોંકી જાય છે. તેણે પૂછ્યું કે આ બધા માટે પૈસા કોણ આપશે.

આના જવાબમાં શિલ્પા કહે છે કે તેણે પૈસા ચૂકવવા પડશે. આ સાંભળીને જ ચંકી પાંડેના હાવભાવ બદલાઈ જાય છે. તે હાઉસફુલ ફિલ્મમાં ભજવેલા તેના પાત્રની શૈલીમાં બોલે છે – ‘ધી આર જોકિંગ’. અનન્યાને વાનગીઓનો ખૂબ શોખ છે. તે શિલ્પાને એક ખાસ વાનગી વિશે પૂછે છે જેને શિલ્પા ગોલગપ્પા તરીકે વર્ણવે છે. બંને તેનો સ્વાદ લે છે અને તેમના ચહેરા પરના હાવભાવ પરથી અંદાજ લગાવી શકાય છે કે વાનગી કેટલી અદ્ભુત છે.

શિલ્પાએ વિડિયો સાથેના કેપ્શનમાં લખ્યું – તેને રિયલ બિન્જ કહેવાય છે. અનન્યા પાંડે અને હું વાસ્તવમાં એકબીજા સાથે હતા અને જ્યારે કોઈ અન્ય વ્યક્તિ આટલી બધી વાનગીઓ માટે ચૂકવણી કરે છે, ત્યારે ખોરાકમાં સ્વાદ વધુ વધે છે. અદ્ભુત ટ્રીટ ચંકી પાંડે માટે ખૂબ ખૂબ આભાર. Binge at Binge! હવે અનન્યા અને શિલ્પાએ ઘણા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ ચાખ્યો છે. પરંતુ માત્ર તેઓ જ જાણે છે કે ચંકી પાંડે સાથે શું થયું હશે.

Shah Jina