અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેરેમનીની અંદરની તસવીરો સામે આવી, તસવીરો જોઈને બોલી ઉઠશો, ભાઈ પૈસા હોય તો શું ન થાય

આપણા દેશના સૌથી મોટા બિઝનેસમેન અને રીચેસ્ટ પર્સન મુકેશ અંબાણીના દીકરાના લગ્નને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે. સૌથી દાંવન મુકેશ અંબાણીના સૌથી નાના લાડલા દીકરા અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે.

આ દેશના સૌથી મોટા લગ્ન સમારોહમાંથી એક હોવાનું કહેવાય છે. એકબાજુ દંપતી અને તેમના પરિવારો ફ્રેન્ચ ક્રૂઝ પર પ્રી-વેડિંગ ફંક્શનની ઉજવણી કરી રહ્યાં છે, તો બીજીબાજુ તેમના લગ્નનું આમંત્રણ કાર્ડ ઇન્ટરનેટ પર ઓનલાઇન સામે આવ્યું છે,

જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જોકે, આ લગ્ન પત્રિકા અંગે રિલાયન્સ કે અંબાણી પરિવારના કોઇ સભ્ય તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની ફોરેનમાં 29મી મેથી શરૂ થઈ ગઈ છે. બુધવારે તમામ મહેમાનો માટે ઇટાલીના પાર્લેમોમાંવેલકમ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું,

પછી બધા સ્પેશિયલ ગેસ્ટને ક્રુઝમાં સવાર થયા અને તેમની જર્ની શરૂ કરી. હવે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીના કેટલાક અંદરના વીડિયો અને તસવીરો સામે આવી છે. પ્રથમ દિવસે યોજાયેલી સ્ટારી નાઈટ પાર્ટીમાં દક્ષિણ આફ્રિકાના ડીજે બ્લેક કોફીએ પરફોર્મ કર્યું હતું. બીજું પર્ફોર્મન્સ અમેરિકાના લોકપ્રિય ગ્રુપ બેક સ્ટ્રીટ બોયઝનું હતું. આ ફંક્શનમાંથી રણવીર સિંહની તસવીરો પણ સામે આવી છે.

અંબાણી પરિવારે લગભગ 7 થી 10 દિવસ માટે એર એક્સ ચાર્ટર દ્વારા એરબસ A340-31ને પણ ચાર્ટર્ડ કર્યું છે.આ એરબસ મુંબઈથી પાલેર્મો અને ત્યાંથી ઈટાલીના શહેર જેનોઆ જશે. પ્રી-વેડિંગ પૂર્ણ થયા બાદ તમામ મહેમાનો આ પ્લેન દ્વારા મુંબઈ પરત ફરશે. અંબાણી પરિવારે 25 મેથી એરક્રાફ્ટ ચાર્ટર કર્યું છે.

તમને જણાવી દઈએ કે આ ખુબસુરત કપના સેકન્ડ પ્રી-વેડિંગ સેરેમની 29 મેના રોજ ઈટાલીના પાલેર્મો શહેરથી શરૂ થઈ હતી. અહીં મહેમાનોને સૌપ્રથમ વેલકમ લંચ આપવામાં આવ્યું, ત્યારબાદ તમામ મહેમાનો ક્રુઝમાં સવાર થયા. સમારોહનો બીજો કાર્યક્રમ ક્રુઝમાં જ થયો, જેને સ્ટારી નાઈટ નામ આપવામાં આવ્યું.

બુધવારે ચમકી પાંડેની લાડલી અનન્યા પાંડે, સારા અલી ખાન અને તેનો ભાઈ ઇબ્રાહિમ અને સચિન તેંડુલકર સહિત કેટલાક અન્ય સેલેબ્સ પ્રી-વેડિંગમાં હાજરી આપવા માટે મુંબઈથી રવાના થયા હતા. આ તમામ સેલેબ્સ અંબાણીનાં જેટ A340માં સવારે 11.30 વાગ્યે મુંબઈથી પાલેર્મો માટે રવાના થયા હતા. પાલેર્મો એરપોર્ટ પર પહોંચ્યા પછી, દરેક વ્યક્તિ લિમોઝીન દ્વારા ક્રુઝ પર એન્જોય કરવા પહોંચ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

YC