અનંત-રાધિકા 2nd પ્રી વેડિંગ : ક્રૂઝ પાર્ટીથી રાધિકા-અનંત સહિત અંબાણી પરિવાર અને બોલિવુડ સ્ટાર્સની તસવીરો આવી સામે, હોટ અને ખૂબસુરત લાગી અંબાણી ફેમીલીની થવાવાળી વહુ

અનંત-રાધિકા પ્રી-વેડિંગ : ઇટલીમાં એક જ ક્રૂઝ પર સવાર શાહરૂખ, સલમાન, સિદ-કિયારા અને અનેક સ્ટાર્સ- અંદરની તસવીરો આવી સામે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટીમાં બોલિવૂડ સહિત ઘણી ઇન્ટરનેશનલ હસ્તીઓએ પણ હાજરી આપી હતી. ઘણા બોલિવૂડ સેલેબ્સે તેમના ફેન્સને આ પાર્ટીની કેટલીક ઝલક બતાવી હતી, પરંતુ અંબાણી પરિવારની કોઈ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી નથી. જો કે, ચાહકો જેની રાહ જોઇ રહ્યા હતા તે હવે પૂરી થઈ ગઈ છે, દરેક વ્યક્તિ રાધિકા અને અનંતની તસવીરની રાહ જોઈ રહ્યા હતા.

ત્યારે હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં અનંત પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળી રહ્યો છે, જ્યારે રાધિકા રેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. તસવીરમાં અનંત રાધિકાને પ્રેમથી જોતો જોવા મળે છે. ક્રૂઝ પાર્ટીમાંથી ઈશા અંબાણીની પણ એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં ઈશા અંબાણી વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે.

તસવીરોની સાથે પરિવારના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં રાધિકા અને અનંત મ્યુઝિક માણતા તેમજ એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પણ એક તસવીર સામે આવી છે જેમાં તેઓ મહેમાનો સાથે વાત કરતા જોવા મળે છે. આ દરમિયાન એક વીડિયોમાં નીતા અંબાણી તેમના પૌત્ર પૃથ્વીને ખોળામાં પકડીને બેઠેલા જોવા મળે છે.

જણાવી દઈએ કે, અત્યાર સુધી અંબાણી પરિવારની કોઈ તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળી નથી. અંબાણી પરિવારે સેલેબ્સને પરિવારની કોઈપણ તસવીર સોશિયલ મીડિયા પર શેર ન કરવા કહ્યું હતું એવું કહેવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે ધીરે ધીરે અંબાણી પરિવારની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જે જોઇ ચાહકો ઘણા ખુશ છે.

માર્ચ મહિનામાં ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશન યોજાયુ હતુ, જેની ખૂબ ચર્ચા થઈ હતી. આ ભવ્ય સેલિબ્રેશન પછી અંબાણી પરિવારે ઇટાલીમાં કપલ માટે બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું, જે હવે સમાપ્ત થઈ ગયું છે. 29 મેના રોજ શરૂ થયેલી આ પાર્ટી 1 જૂને પૂરી થઈ હતી.

રાધિકા અને અનંતના પ્રી-વેડિંગ ફંક્શનમાંથી કેટલીક ઝલક સામે આવી છે, જેમાં અંબાણી પરિવારની ભાવિ વહુ પોતાના લુકથી બધાના દિલ જીતતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, અનંત અને રાધિકાના બીજા પ્રી-વેડિંગ પાર્ટી પ્રોગ્રામની વચ્ચે બંનેના લગ્નની તારીખ પણ સામે આવી છે. બંને 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.

તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. ઇટાલીમાં અનંત અને રાધિકાનું ક્રૂઝ પ્રી-વેડિંગ સેલિબ્રેશન ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં રહ્યુ. આ સેલિબ્રેશનમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, જાહ્નવી કપૂર તેંમજ અનેક સ્ટાર્સની ઝલક જોવા મળી.

ઈવેન્ટની શરૂઆત 29 મેના રોજ થઈ હતી, જેમાં લગભગ 800 મહેમાનો ઈટાલીથી વૈભવી ક્રૂઝ પર નીકળ્યા હતા અને થોડા સમય પછી લંચ માટે સાથે આવ્યા હતા. આ પછી બીજા દિવસે ‘સ્ટાર નાઈટ’ પાર્ટી અને ‘અ રોમન હોલિડે’નું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ રોમમાં સૈર કરી અને આ પછી ટોગા પાર્ટી થઇ.

Shah Jina
error: Unable To Copy Protected Content!