લગ્ન પહેલા મંગેતર રાધિકા મર્ચેંટ સાથે આશીર્વાદ લેવા તિરુમાલા મંદિર પહોંચ્યો અનંત અંબાણી, તસવીરો આવી સામે

લગ્ન પહેલા ભગવાનના આશીર્વાદ લેવા મંદિર પહોંચ્યા અનંત અંબાણી-રાધિકા મર્ચેંટ, તસવીરો જોઈને કહેશો વાહ શું સંસ્કાર છે….રાધિકા તો જો કેવી ક્યૂટ દેખાઈ રહી છે

તાજેતરમાં જ 19 જાન્યુઆરીના રોજ દેશના અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ હીરાના વેપારીની પુત્રી રાધિકા મર્ચેંટ સાથે સગાઈ કરી હતી. બંનેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ હતી. ત્યારે હવે સગાઈ પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટ તિરુમાલા હિલ્સ પહોંચ્યા, જ્યાં તેઓએ શ્રી વેંકટેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી.

આ દરમિયાનની બંનેની તસવીરો સામે આવી છે. આ પહેલા અનંત અંબાણી ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોંચ્યા હતા, જે પછી તે મુંબઈ પરત ફર્યો. અનંત અને રાધિકા મર્ચેંટની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. લોકો બંનેની જોડીને પસંદ પણ કરી રહ્યા છે, આ પ્રસંગે રાધિકાએ ભગવાનના દર્શન પણ કર્યા અને ત્યાં હાજર પૂજારીઓ પાસેથી આશીર્વાદ લીધા.

જણાવી દઇએ કે,અનંત અંબાણી તેની મંગેતર રાધિકા સાથે કેરળના ‘ગુરુવાયુર મંદિર’ પહોંચ્યો અને આંધ્ર પ્રદેશના ‘તિરુમાલા મંદિર’માં પૂજા પણ કરી, જ્યાંથી તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટે તેમના નવા જીવનની શરૂઆત કરવા માટે કેરળના ‘ગુરુવાયુર મંદિર’ની મુલાકાત લીધી હતી. એક તસવીરમાં, અનંત અને રાધિકા મંદિરના પરિસરની અંદર પૂજારીઓના જૂથ સાથે ઉભા જોવા મળે છે.

આ દરમિયાન અનંત પરંપરાગત સફેદ કપડામાં જોવા મળે છે, જ્યારે તેની મંગેતર રાધિકા સોનેરી ભરતકામવાળા લાલ સૂટમાં સુંદર લાગી રહી છે. ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધા પછી, દંપતીએ આંધ્રપ્રદેશના ‘તિરુમાલા મંદિર’માં પણ પ્રાર્થના કરી હતી. અનંત સફેદ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો, જ્યારે રાધિકા પેસ્ટલ ગ્રીન સૂટમાં સુંદર લાગી રહી હતી. રાધિકા અને અનંત લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સગાઈ પહેલા પણ તેઓ અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા.

રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની ખૂબ નજીક છે. સગાઈ દરમિયાન પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી રાધિકા સાથે જોવા મળ્યા હતા. અહેવાલો એવા છે કે રાધિકા અને અનંત આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવાના છે. રાધિકા મર્ચેંટ અનંત અંબાણીની બાળપણની મિત્ર છે. તે દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેરના સીઈઓ અને અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચેંટની પુત્રી છે.

તેની માતાનું નામ શૈલા મર્ચન્ટ છે અને તે પણ બિઝનેસ વુમન છે. રાધિકાને ક્લાસિકલ ડાન્સ ખૂબ જ પસંદ છે. તેણે 8 વર્ષ ભરતનાટ્યમની ટ્રેનિંગ પણ લીધી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચેંટ માટે મે 2022માં અરંગેત્રમ સેરેમનીનું આયોજન પણ કર્યું હતું અને આ સેરેમનીમાં ઘણી મોટી હસ્તિઓ સિવાય બોલિવુડ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.

Shah Jina