અનંત અંબાણી-રાધિકાનો દુબઇ વાળો અલ્ટ્રા-લગ્ઝરી વિલા, તસવીરોમાં જુઓ અંદરનો એક-એક ખૂણો

એશિયાના સૌથી અમીર બિઝનેસમેનમાંના એક એવા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો દુબઈમાં આવેલ અલ્ટ્રા-લક્ઝરી વિલા જોવાલાયક છે. તેમાં પ્રાઈવેટ બીચ, આધુનિક સ્પા ઉપરાંત વર્લ્ડ લેવલની સુવિધાઓ આપવામાં આવી છે. મુકેશ અંબાણીએ લગ્ન પહેલા પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકાને આ વિલા ગિફ્ટ કર્યો હતો.

640 કરોડ રૂપિયામાં ખરીદેલ આ વિલા અંબાણીની દુનિયાભરમાં પસંદગીની મિલકતોમાંથી એક છે જે સમુદ્ર કિનારા પર બનેલો છે. સમુદ્ર કિનારે બનેલ આ હથેળી શેપ્ડ આર્ટિફિશિયલ દ્વીપસમૂહના ઉત્તરી ભાગમાં છે. તેમાં 10 બેડરૂમ, એક પ્રાઇવેટ સ્પા, સલૂન, વિશાળ ડાઇનિંગ એરિયા અને ઇન્ડોર અને આઉટડોર પૂલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અને નીતા અંબાણીએ વર્ષ 2022માં આ પ્રોપર્ટી ખરીદી હતી.

દરિયા કિનારે બનેલો આ વિલા પામ જુમેરાહ (દુબઈના સૌથી વિશિષ્ટ વિસ્તારોમાંથી એક) માં સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે આ ડીલ દુબઈની સૌથી મોંઘી ડીલ હતી. જો કે, આ ડીલના થોડા જ અઠવાડિયા પછી મુકેશ અંબાણીએ કુવૈતી ટાયકૂન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી $163 મિલિયન (લગભગ રૂ. 1,350 કરોડ)માં પામ જુમેરાહમાં વધુ એક પ્રોપર્ટી પોતાનો જ રેકોર્ડ તોડી દીધો.

આ બંગલાની સુંદરતા અને તેની ડિઝાઇનની વાત કરીએ તો તેનો કોઇ તોડ નથી. તેની આધુનિક ડિઝાઇન તેને વૈભવી અને આરામદાયક બનાવે છે. આ મિલકત ઘણી વિશ્વ-વર્ગની સુવિધાઓથી સજ્જ છે. આ બંગલામાં ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પૂલ છે. આ બંને પૂલ આરામ કરવા અને આનંદ માણવા માટે યોગ્ય છે. આ સિવાય બંગલાનો દરેક ખૂણો તેની લક્ઝરીની સાક્ષી પૂરે છે, તેનો ડાઇનિંગ એરિયા મોટા કાર્યક્રમો અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે.

અહીં પરિવાર સાથે ભોજન કરવું અથવા મહેમાનોને આમંત્રિત કરવું એ પોતાનામાં એક અલગ જ અનુભવ હશે. આ બંગલો 3000 વર્ગફૂટમાં ફેલાયેલો છે. જેમાં 10 મોટા બેડરૂમ અને ઘણી આધુનિક સુવિધાઓ છે. તેની અંદર 70 મીટર લાંબો પ્રાઈવેટ બીચ છે, જે તેની લક્ઝરી ફીલિંગને વધારે છે. આ જ કારણ છે કે ઘરમાં રહેતા લોકોને બીચની મજા લેવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારના જૂના મિત્ર પરિમલ નથવાણી આ વિલાની સંભાળ લે છે. તેઓ કંપનીમાં ડિરેક્ટર પદ ધરાવે છે અને સાંસદ (રાજ્યસભા) પણ છે.

Shah Jina