અનંત-રાધિકાના ક્રૂઝ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હોલિવુડ સિંગર કેટી પેરીનો જલવો, અંબાણીના ત્યાં પરફોર્મ કરવા માટે મળ્યા કરોડો રૂપિયા

અનંત-રાધિકાના ક્રૂઝ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હોલિવુડ સિંગર કેટી પેરીનો જલવો, પરફોર્મ કરવા કરોડો રૂપિયા, જુઓ તસવીરો

દેશ અને દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિઓમાંના એક એવા મુકેશ અંબાણીના પરિવારમાં ફરી એકવાર ઉજવણીનો માહોલ છે. અંબાણી પરિવારે ફરી એકવાર અનંત અંબાણી અને તેની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ માટે ફરી એકવાર ભવ્ય પ્રી-વેડિંગનું આયોજન કર્યું. જ્યારે આ પહેલા અંબાણી પરિવારે માર્ચની શરૂઆતમાં ગુજરાતના જામનગરમાં અનંત-રાધિકા માટે એક ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું,

ત્યારે આ વખતે અનંત-રાધિકા માટે ઈટાલીમાં ક્રૂઝ પર બીજી પ્રિ-વેડિંગ ફંક્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે ચાર દિવસ ચાલ્યુ. ત્યારે ફંક્શન બાદ હવે એક પછી એક પાર્ટીની તસવીરો અને ઝલક બહાર આવી રહી છે. સેકન્ડ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં પોપ સેન્સેશન કેટી પેરીના પર્ફોર્મન્સે દરેકના દિલ જીતી લીધા હતા.

અંબાણીની પાર્ટીના કેટી પેરીના ઘણા વીડિયો પણ ચર્ચામાં છે, જેમાં તે દર્શકો સાથે ગીત ગાતી અને પાર્ટીમાં રંગ જમાવતી જોવા મળી રહી છે. આ ઇવેન્ટ માટે, કેટી પેરીએ સિલ્વર કલરની ચમકદાર કોર્સેટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ અદભૂત દેખાતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવારે કેટી પેરીને ફી તરીકે 66 થી 74 કરોડ રૂપિયા આપ્યા છે.

જણાવી દઈએ કે 29 જૂનથી ચાલી રહેલ સેકન્ડ પ્રી વેડિંગ સેલિબ્રેશન 1 જૂન શનિવારના રોજ લંચ પ્રોગ્રામ સાથે સમાપ્ત થયુ. આ પાર્ટીમાં સલમાન ખાન, શાહરુખ ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, સારા અલી ખાન સહિત અનેત સ્ટાર્સ અને તેમના પરિવારે ભાગ લીધો હતો. પાર્ટીની ત્રીજા દિવસની કેટલીક ઝલક સામે આવી, જેમાં રણવીર સિંહનો તોફાની ડાન્સ જોવા મળ્યો.

રણવીર સિંહ સિંગર ગુરુ રંધાવાના ગીત પર પૂરી એનર્જી સાથે ઓરીને ખોળામાં લઈને ડાન્સ કરતો જોવા મળ્યો. રણવીર હંમેશાની જેમ બ્લેક ફંકી આઉટફિટમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં જ અંબાણી પરિવારે આકાશ અંબાણી અને શ્લોકાની રાજકુમારી વેદાનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો, જેની એક ઝલક પણ જોવા મળી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

વેદાના જન્મદિવસની પાર્ટીની થીમ ‘વી ટોનર્સ વન અન્ડર ધ સન’ હતી, જેનો ડ્રેસ કોડ ‘પ્લેફુલ’ હતો. જો કે, પાર્ટીની થીમ સિવાય વેદાના જન્મદિવસની અન્ય કોઈ તસવીર સામે આવી નથી, જો કે ફેન્સ તેને લઇને ખૂબ જ ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by KATY PERRY (@katyperry)

Shah Jina