બ્લેક સાડીમાં રાધિકાએ અનંત અંબાણીનો હાથ થામી, લીધી ઇવેન્ટમાં ગ્રાન્ડ એન્ટ્રી, કપલ પર ફિદા થયા ચાહકો

બ્લેક સાડી, હાથમાં પલ્લૂ…ઇવેન્ટમાં કોઇ હિરોઇનથી કમ નહોતી લાગી રહી રાધિકા મર્ચેંટ, જુઓ મુકેશ અંબાણીની થવાવાળી વહુની તસવીરો

‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’નું ભવ્ય ઉદઘાટન ધીમે ધીમે હેડલાઇન્સ બની રહ્યું છે કારણ કે તે એક સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ છે જેમાં દેશ અને વિશ્વના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ ભાગ લઈ રહ્યા છે. ‘NMACC’એ અંબાણી પરિવાર દ્વારા દેશની તમામ સાંસ્કૃતિક કલાઓને એક પ્લેટફોર્મ આપવા માટે સ્થાપિત કરવામાં આવનાર ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક છે, જેનું ભવ્ય ઉદ્ઘાટન 31 માર્ચ 2023ના રોજ કરવામાં આવ્યુ. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં આખો અંબાણી પરિવાર રોયલ લુકમાં જોવા મળ્યો હતો.

આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પાર્ટીમાં ધૂમ મચાવી દીધી હતી. અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચેંટે બ્લેક સાડીમાં કહેર વરસાવ્યો હતો. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અનંત અંબાણી મંગેતર રાધિકા મર્ચેંટ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. રાધિકા મર્ચેંટે ખુલ્લા વાળ અને ઈયરિંગ્સમાં પોતાનો ટ્રેડિશનલ લુક પૂરો કર્યોહતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટ એકબીજાનો હાથ પકડીને પાર્ટીમાં પહોંચ્યા હતા અને પેપરાજીને ઘણા ફોટોઝ ક્લિક કરાવ્યા હતા.

રાધિકાએ ‘શહાબ-દુરાઝી’ લેબલમાંથી બ્લેક કલરની ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલની સાડી પસંદ કરી હતી. તેના આઉટફિટમાં ચારે બાજુ સફેદ ફ્લોરલ એમ્બ્રોઇડરી હતી અને સ્લીવ્ઝ પર ફ્રિન્જ ડિટેલિંગ હતી. તેણે પીન-સ્ટ્રેટ, સાઇડ-પાર્ટેડ હેર, બોલ્ડ રેડ લિપ્સ અને ગ્લેમ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. તેના સુંદર હીરા અને રૂબી પેન્ડન્ટ તેના દેખાવને પૂરક બનાવે છે. તેણીની સાડી સેલિબ્રિટી ડ્રેપર ડોલી જૈન દ્વારા દોરવામાં આવી હતી, જેણે પલ્લુને કેરી-ઓન સ્ટેટમેન્ટ પીસ તરીકે સ્ટાઈલ કરી હતી.

પરંપરાગત આઉટફિટમાં કપલ ખૂબ જ આકર્ષક લાગતું હતું. રાધિકા મર્ચન્ટે બ્લેક સાડી તો અનંત અંબાણીએ કુર્તા-પાયજામા પહેર્યો હતો. તેણે ટોચ પર બંધ ગળાનો કોટ પહેર્યો હતો. કોટ પર સિલ્વર બટન હતા. જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ અનંત અને રાધિકાના રોકા સેરેમની થઇ હતી અને તે બાદ પરિવાર દ્વારા ગોળધાણા અને ચુંદડી વિધિ સાથે ભવ્ય સગાઇ સેરેમની યોજવામાં આવી હતી. આ સગાઇ ઘણા દિવસો સુધી લોકોના મોઢા પર ચર્ચાઇ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની બાળપણની મિત્ર છે. તે દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની એન્કોર હેલ્થકેરની સીઈઓ છે અને અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે.રાધિકા મર્ચન્ટે તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની ઈકોલે મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાની ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેણે 2017માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina