અસલ જીવનમાં ડિઝ્ની પ્રિંસ-પ્રિંસેસ લાગ્યા અનંત અંબાણી-રાધિકા મર્ચેંટ, ક્રૂઝ પાર્ટીથી સામે આવી થવાવાળા દુલ્હા-દુલ્હનની તસવીરો

અસલ જીવનમાં ડિઝ્ની પ્રિંસ-પ્રિંસેસ લાગ્યા અનંત અંબાણી-રાધિકા મર્ચેંટ, ક્રૂઝ પાર્ટીમાં પરી જેવી દેખાય છે રાધિકા, જુઓ ફોટોસ

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન પૂરું થઈ ગયું છે. ફંક્શનમાંથી ઘણી તસવીરો ધીમે ધીમે બહાર આવી રહી છે. હાલમાં જ અનંત-રાધિકાની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઇ લોકોને વિશ્વાસ આવી ગયો છે કે તેઓ અસલ જીવનમાં ડિઝની પ્રિન્સ અને પ્રિન્સેસ છે. વાયરલ થયેલી તસવીરમાં રાધિકા બ્લુ ઓફ-શોલ્ડર બોડી-કોન ગાઉનમાં જોવા મળી રહી છે.

આ લુકને જોઈને ચાહકોને પ્રિન્સેસ જાસ્મિનની યાદ આવી ગઈ હતી. ઓમ્બ્રે ગાઉનમાં પ્લીટ્સ હતી, જે ઓફ શોલ્ડર નેકલાઈન દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. તેણે વિશાળ સ્કાય-બ્લુ સ્ટોન પેન્ડન્ટ અને ડાયમંડ ઇયરિંગ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. તેણે પોનીટેલમાં સુંદર રીતે વાળ કેરી કર્યા હતા. જ્યારે અનંત સૂટમાં જોવા મળ્યો હતો.

તેણે ડાયમંડ અને પર્લ બ્રોચ સાથે લુકને સ્ટાઇલ કર્યો હતો. જણાવી દઇએ કે, ક્રૂઝ પર અનંત-રાધિકાનું બીજુ પ્રી વેડિંગ સેલિબ્રેશન હતુ, આ પહેલા ગુજરાતના જામનગરમાં પહેલુ પ્રિ-વેડિંગ સેલિબ્રેશન યોજાયુ હતુ. બીજા સેલિબ્રેશનની વાત કરીએ તો, યુરોપના લક્ઝુરિયસ ક્રૂઝ પર 800થી વધુ સેલિબ્રિટી મહેમાનો સાથે આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કપલે 3 દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું જેમાં શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન, રણવીર સિંહ અને ઘણા બધા સેલેબ્સ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કપલ 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. લગ્ન બાદ 14 જુલાઈએ ભવ્ય રિસેપ્શન થશે.

Shah Jina