અનંત અને રાધિકાની સગાઈમાં લાગ્યો બોલીવુડના સેલેબ્સનો જમાવડો, સલમાન ખાન, કેટરીના કૈફ અને મોટી મોટી હસ્તીઓ આવી નજર.. જુઓ તસવીરો

સલમાન ખાનથી લઈને કેટરીના કૈફ સુધી , આ બૉલીવુડ સેલેબ્સે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં કરી એન્ટ્રી, વીડિયો થયો વાયરલ

ગઈકાલે મુકેશ અંબાણીના આલીશાન હાઉસ એન્ટિલિયામાં તેમના દીકરા અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટની સગાઈ થઇ હતી. આ સગાઈનું ખુબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંબાણી હાઉસમાં યોજાયેલા સગાઈના આ ભવ્ય સમારંભમાં દેશભરની નામી અનામી હસ્તીઓએ હાજરી પણ આપી હતી. સગાઈ બાદ સામે આવેલી તસ્વીરોમાં સેલેબ્સનો જમાવડો જોવા મળી રહ્યો છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટી માટે સલમાન ખાન, અક્ષય કુમાર, સારા અલી ખાન અને અન્ય બોલિવૂડ સ્ટાર્સ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા પહોંચ્યા હતા. જ્યાં દરેક વ્યક્તિ પેપરાજીની સામે ફોટો ક્લિક કરાવતી જોવા મળ્યા હતા.

19 જાન્યુઆરીએ અંબાણી હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન, જ્યારે શાહરૂખ ખાન કેમેરાથી બચીને પાર્ટીમાં પહોંચ્યો હતો, ત્યારે સલમાન ખાન તેની ભાણી અલીઝેહ અગ્નિહોત્રી સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તે વાદળી કલરના ભારતીય આઉટફિટમાં જોવા મળ્યો હતો.

સલમાન ખાન પહેલા કેટરીના કૈફ પણ પતિ વિકી કૌશલ વિના પાર્ટીમાં એન્ટ્રી કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે હેવી વ્હાઇટ આઉટફિટમાં પેપરાજીને પોઝ આપતી જોવા મળી હતી. સગાઈ માટે કેટરિનાએ સફેદ ડિઝાઇનર કો-ઓર્ડ સેટ પસંદ કર્યો. આ આઉટફિટ રિતિકા મીરચંદાનીએ ડિઝાઇન કર્યું છે.

સગાઈની રિસેપ્શન પાર્ટીમાં દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે પહોંચી હતી. દીપિકાએ હેવી ગોલ્ડન બોર્ડરવાળી મેહરૂન સિલ્ક સાડી પહેરી હતી. આ સાડી ખાસ કરીને દીપિકા માટે ડિઝાઇનર તૌરાની દ્વારા કસ્ટમ-મેઇડ કરવામાં આવી છે. તેના લુકને પૂર્ણ કરવા માટે દીપિકાએ કાજલ લગાવીને અને હેવી ચોકર સેટ પહેરીને ન્યૂડ લિપ લુક પસંદ કર્યો છે.

સગાઈની રિસેપ્શન પાર્ટીમાં પહોંચેલી બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે પણ ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. આ પ્રસંગે ખુશી કપૂર મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર લહેંગામાં જોવા મળી હતી. તેમજ ખુશીની જ્વેલરી પણ મનીષ મલ્હોત્રાની બ્રાન્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તેના સફેદ લહેંગા લુકમાં ખુશી એકદમ એમ્બેલ્ડેડ દુપટ્ટા સાથે જોવા મળે છે.

ડિઝાઇનર રિતિકા મીરચંદાનીના ડિઝાઇનર લહેંગા પહેરીને અનન્યા પાંડે પણ ખુબ જ સુંદર જોવા મળી. આ પ્રસંગે અનન્યાએ ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે સફેદ લહેંગા પહેર્યો હતો. જ્વેલરીમાં, અન્નાયાએ માત્ર માંગ ટીકા કેરી કર્યો હતોજે પોતાનામાં કોઈ સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ઓછું નહોતું. વાળને ખુલ્લા રાખીને અને મેકઅપને હળવો રાખીને અનન્યાએ આ લુકમાં તમામ ચાર્મ લગાવી દીધા છે.

બોલિવૂડ ખિલાડી કુમાર અક્ષય કુમારે પણ અનંત-રાધિકાની સગાઈમાં પોતાની હાજરી દર્શાવી હતી. અક્ષય ઉપરાંત બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરે પણ ભાગ લીધો હતો.

બોલિવૂડ અભિનેતા વરુણ ધવને પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પત્ની નતાશા દલાલની સગાઈમાં હાજરી આપી હતી. તે જ સમયે, સારા અલી ખાને પરંપરાગત સફેદ ડ્રેસ પહેરીને પણ સગાઈ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ સારા સાથે જોવા મળ્યો હતો.

સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ સાથે આ સગાઈમાં આવ્યો હતો. સચિને ઇવેન્ટ માટે સફેદ અને સોનેરી રંગનો કુર્તા-પાયજામા પહેર્યો હતો, જ્યારે તેની પત્ની સાડીમાં અદભૂત દેખાતી હતી. શ્રેયા ઘોષાલ પણ ફંક્શનમાં જોવા મળી હતી. તેણે આ ખાસ અવસર પર લાલ રંગનો શરારા પહેર્યો હતો.

બોલિવૂડ એક્ટર આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં હાજરી આપવા આવી હતી. તેણે ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. આ સિવાય ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરા, તેમની પત્ની અને ફિલ્મ સમીક્ષક અનુપમા ચોપરા પણ જોવા મળ્યા હતા. રાજકુમાર હિરાનીએ પણ તેની સાથે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel