ખૂબસુરત બલા લાગી અંબાણી પરિવારની થવાવાળી વહુ રાધિકા, ક્રૂઝ બેશમાં એવું ગાઉન પહેર્યું કે હીરોઇનો નબળી લાગશે, જુઓ
અંબાણી પરિવારમાં પ્રી-વેડિંગ સેરેમની ભલે પૂરી થઈ ગઈ હોય, પરંતુ તેની ચર્ચા હજુ પણ જોરમાં છે. રાધિકા મર્ચન્ટથી લઈને નીતા અંબાણી સુધી દરેકના લુક્સ અત્યારે હેડલાઇન્સ બનાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ અંબાણી પરિવારના નાના દીકરા અનંતના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ઓફિશિયલ તસવીરો સામે આવી છે.
મુકેશ અને નીતા અંબાણીની થવાવાળી નાની વહુએ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ખૂબ જ સરસ ફેશન સ્ટેટમેન્ટ અપનાવ્યું. તેણે બીજી પ્રી-વેડિંગ પાર્ટીમાં સુંદર દેખાવામાં કોઈ કસર ના છોડી. આ પાર્ટીમાં રાધિકાએ ગેલેક્ટીક પ્રિન્સેસ થીમ આધારિત ડ્રેસ પહેર્યો હતો, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે બે-પીસ મેટાલિક ઑફ-શોલ્ડર ડ્રેસ હતો, આઉટફિટમાં નીચે સફેદ રંગનું પેન્સિલ સ્કર્ટ હતું, જેમાં સિલુએટ અને ટ્રેઇલ પણ હતી.
રાધિકાએ મિનિમલ મેકઅપ અને કર્લ હેર સાથે તેના લુકને ફ્લોન્ટ કર્યો હતો. દુલ્હન રાધિકા મર્ચન્ટનો પ્રી-વેડિંગ પાર્ટીનો બીજો લુક પણ પણ એકદમ ગજબનો હતો. રાધિકાએ ડિઝની પ્રિન્સેસ વાદળી રંગનો ઑફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. આ દરમિયાન રાધિકાએ તેનો લુક સિમ્પલ રાખ્યો હતો અને ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી. આ ઈવેન્ટમાં રાધિકાએ તેની નણંદ ઈશા અંબાણી સાથે જોરોશોરોથી ડાન્સ પણ કર્યો હતો.
ઈશા અંબાણીના લુકની વાત કરીએ તો તે રેડ રંગના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ગાઉન પર નાનું સિક્વિન વર્ક હતું. તેણે પણ પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો. નીતા અંબાણીની વાત કરીએ તો, તેમણે સૌથી સુંદર અને યુનિક આઉટફિટ પસંદ કર્યા હતા. તેમણે વ્હાઇટ સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો. લુકને હાઇલાઇટ કરવા માટે નીતા અંબાણીએ ગોલ્ડન જ્વેલરી પહેરી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ઈટાલી અને ફ્રાન્સ વચ્ચે ક્રૂઝમાં યોજાયુ હતુ. ક્રૂઝ પાર્ટીમાંથી ઘણા બોલિવૂડ સ્ટાર્સના લુક્સ તો પહેલા જ સામે આવ્યા હતા, જ્યારે રાધિકાની માત્ર એક જ ઝલક જોવા મળી હતી. પરંતુ હવે રાધિકા અને અનંત સહિત નીતા અંબાણી અને ઇશા અંબાણીના પણ લુક સામે આવ્યા છે.
રાધિકાએ દરેક ઈવેન્ટ માટે ખાસ આઉટફિટ્સ પસંદ કર્યા હતા, પરંતુ વ્હાઇટ ગાઉનમાં તે કોઈ રાજકુમારીથી ઓછી દેખાતી નહોતી. માથા પર ક્રિસ્ટલ ગુલાબ મુગટ પહેરીને અંબાણી પરિવારની આ નાની વહુએ બધાનું દિલ જીતી લીધું હતુ. સફેદ સાટીન ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ લુકમાં તો અનંત પણ તેને જોતો જ રહી ગયો હતો. આ સુંદર લુકમાં રાધિકાને રિયા કપૂરે સ્ટાઈલ કરી હતી. તેણે ફેમસ ડિઝાઇનર તમારા રાલ્ફના સ્પ્રિંગ-સમર 2024 કલેક્શનમાંથી વ્હાઇટ સાટિન ગાઉન પસંદ કર્યુ હતુ, જે રાધિકાની પરફેક્ટ બોડીને હાઇલાઇટ કરી રહ્યુ હતુ.
રાધિકાના વધુ એક ગાઉને ખૂબ લાઇમલાઇટ લૂંટી, જે કસ્ટમાઈઝ્ડ હતું અને સાથે સાથે યુનિક પણ હતુ. રાધિકાએ રોબર્ટ વુનનું ડિઝાઇનર ગાઉન પહેર્યું હતું. આ ગાઉન રાધિકા માટે હંમેશા ખાસ રહેશે કારણ કે તેના પર અનંત અંબાણીનો લવ લેટર તેણે છપાવડાવ્યો હતો. અનંતે આ વાત તેની પ્રેમિકા રાધિકાના 22માં જન્મદિવસ પર લખી હતી. આ આઉટફિટમાં લોન્ગ ટ્રેલ છે જેના પર અનંતની રાધિકા માટેની ફિલીંગ્સને પ્રિંટ કરવામાં આવી છે.
રાધિકાએ પોતાના આ ખાસ લુકને લેયર્ડ નેકલેસ અને મેચિંગ ઇયરિંગ્સ સાથે કંપલીટ કર્યો હતો.જણાવી દઇએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ડ્રીમીંગ લવ સ્ટોરી તેમના કોલેજકાળ દરમિયાન શરૂ થઈ હતી. મિત્રતાનો આ સંબંધ હવે લગ્નના બંધનમાં જુલાઇ મહિનામાં બંધાશે. જુલાઇ પહેલા મે મહિનામાં કપલના બે પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા, જેમાં ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસીય પ્રી વેડિંગ સેલિબ્રેશન થયુ અને બીજુ ઈટાલીથી ફ્રાન્સ 29મે થી 1 જૂન સુધી ક્રૂઝ પર થયુ.