શરૂ થયુ અનંત-રાધિકાનું બીજુ પ્રી વેડિંગ ફંક્શન, જામનગરમાં તો ખાલી ટીઝર હતુ, હવે ઇટાલીમાં ટ્રેલર… જુઓ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન આજથી ક્રૂઝ પર શરૂ થઈ ગયું છે. અનંત જુલાઈમાં રાધિકા સાથે લગ્નના બંધનમાં બંધાશે, જો કે આ પહેલા કપલના પ્રી-વેડિંગ ફંક્શનની ઉજવણી કરવામાં આવી રહી છે. અનંત-રાધિકાનું પહેલુ પ્રી વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં માર્ચમાં થયું હતું.

ત્રણ દિવસીય ફંક્શનમાં ભારત અને વિદેશની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. ત્યારે હવે અનંત અને રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન 29મેથી ઈટલીમાં લક્ઝુરિયસ ક્રૂઝ પર શરૂ થયુ છે.કેટલાક સેલેબ્સે ઇન્સ્ટા સ્ટોરી પર તસવીરો શેર કરી છે જેમાં પ્રી વેડિંગ સેરેમનીની ઝલક જોવા મળી રહી છે.  આ ચાર દિવસીય ઉજવણીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સાથે વિશ્વભરના જાણીતા લોકો પણ ભાગ લેશે. ઇટાલીથી શરૂ થયેલી આ ઉજવણી 1 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં પૂર્ણ થશે.

આ પ્રી-વેડિંગ પાર્ટી માટે અંબાણીના 800 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે, ક્રૂઝ ત્રણ દિવસમાં 4380 કિમીનું અંતર કાપશે. અવકાશ-થીમ આધારિત ક્રૂઝ ઇટાલીથી દક્ષિણ ફ્રાન્સ માટે રવાના થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેસ્ટ લિસ્ટમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સહિત અનેક સામેલ હશે.

800 મહેમાનો ઉપરાંત 600 હોસ્પિટાલિટી સ્ટાફ પણ ક્રૂઝમાં હાજર રહેશે. લક્ઝરી રૂમ્સ ઉપરાંત મહેમાનોને સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે. અનંત-રાધિકાના બીજા પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત આજથી એટલે કે 29 મેના રોજથી ક્રુઝ શિપ પર સ્વાગત લંચ સાથે થશે અને સાંજે “સ્ટેરી નાઇટ” હોસ્ટ કરવામાં આવશે.

અનંત-રાધિકાનું બીજુ પ્રી વેડિંગ જે ક્રૂઝ પર થઇ રહ્યુ છે તેનું નામ ‘સેલિબ્રિટી એસેન્ટ’ છે. જે માલ્ટામાં બનાવવામાં આવ્યુ છે અને 1 ડિસેમ્બર 2023 ના રોજ માલ્ટામાં લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ ક્રૂઝ 5-સ્ટાર સુવિધાઓ સાથે ફ્લોટિંગ રિસોર્ટ છે. આ ક્રૂઝની પેસેન્જર ક્ષમતા 3279 છે, જો કે પ્રી વેડિંગ સેરેમની માટે 800 મહેમાનો સામેલ થશે, અને તેમાંથી 300 વીવીઆઈપી હશે.

મુકેશ અંબાણીની ભાવી પુત્રવધુની વાત કરીએ તો રાધિકા મર્ચન્ટ બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન એડીએફ ફૂડ્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ ઉપરાંત તે ‘એનકોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીના સીઈઓ અને વાઇસ ચેરમેન પણ છે. રાધિકા એક પ્રશિક્ષિત ભારતીય ક્લાસિકલ ડાન્સર છે.

તેણે મુંબઈની શ્રી નિભા આર્ટ ડાન્સ એકેડમીના ગુરુ ભવન ઠાકરના માર્ગદર્શન હેઠળ ક્લાસિકલ ડાન્સિંગની તાલીમ લીધી હતી. અંબાણી પરિવાર દ્વારા રાધિકા માટે અરંગેત્રમ સેરેમનીનું આયોજન જૂન 2022માં મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું.

Shah Jina