દેશ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઇના રોજ લગ્નના બંધનમાં બંધાવાનો છે. ત્યારે આ કપલના પ્રી વેડિંગનું આયોજન ગુજરાતના જામનગરમાં કરવામાં આવ્યુ હતુ, આ પછી હવે કપલનું બીજુ પ્રી-વેડિંગ સેલિબ્રેશન ક્રુઝ શિપ પર થઇ રહ્યુ છે.
અનંત-રાધિકાના પહેલા પ્રી વેડિંગનું બજેટ 1000 કરોડ હોવાનું કહેવાઇ રહ્યુ છે જ્યારે બીજા પ્રી વેડિંગનું કુલ બજેટ 400 થી 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જણાવી દઇએ કે, આ બજેટમાં તો બોલીવુડના 5થી વધારે લગ્ન પતી જાય. મુકેશ અંબાણીની પુત્રી ઈશાના લગ્નમાં 400 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
ઈશાએ લગ્નમાં 90 કરોડ રૂપિયાનો લહેંગા પહેર્યો હતો. જ્યારે બીજી તરફ બોલીવુડની વાત કરીએ તો દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્માના લગ્નનું કુલ બજેટ 90થી100 કરોડ રૂપિયા આસપાસ હતું.
પ્રિયંકા ચોપરા : પ્રિયંકાએ વર્ષ 2018માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા, તેના લગ્નનું બજેટ 105 કરોડ રૂપિયા હતુ. પ્રિયંકા અને નિકના લગ્ન ઉમ્મેદ ભવન પેલેસમાં થયા હતા, જે એક હેરિટેજ છે અને જેને યલો સૈંડસ્ટોનથી બનાવવામાં આવ્યુ છે. ભવ્ય ઇમારત અને 26 એકરના ગાર્ડન વાળુ આ પેલેસ દુનિયાના સૌથી મોટા પેલેસમાંથી એક છે. પ્રિયંકાએ તેના લગ્નમાં 15 કરોડનો ડ્રેસ પહેરી રેકોર્ડ બનાવ્યો હતો. તેણે નિક સાથે હિંદુ અને ક્રિશ્ચયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા.
દીપિકા પાદુકોણ : વર્ષ 2018માં રણવીર સિંહ સાથે લગ્નના બંધનમાં બંધનાર દીપિકાએ વિલા ડેલ બાલબિયાનો, ઇટલી લોકેશનને પસંદ કર્યુ હતુ. દીપિકા અને રણવીરના લગ્નનું બજેટ 95 કરોડ રૂપિયા હતા. દીપિકા અને રણવીરે સિંધી તેમજ કોંકણી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. દીપિકાએ તેના લગ્નમાં 19 લાખનો લહેંગો પહેર્યો હતો જે ટ્રેન્ડ બની ગયો.
અનુષ્કા શર્મા : અનુષ્કા શર્માએ ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે વર્ષ 2017માં ટસ્કનીના 800 વર્ષ જૂના બોરગો ફિનોસિએતો વિલામાં સાત ફેરા લીધા હતા. આ વિલા ઇટલીમાં આવેલો છે. અનુષ્કા અને વિરાટના લગ્નનું બજેટ 90 કરોડ રૂપિયા હતુ. બંનેના લગ્ન ખૂબ જ ઇંટિમેટ રીતે થયા હતા અને 42 મહેમાન જ આ વેડિંગમાં સામેલ થયા હતા. અનુષ્કાએ તેના લગ્નમાં સબ્યસાચીનો પેસ્ટલ કલરનો લહેંગો પહેર્યો હતો, જે બાદથી આ કલર ટ્રેંડમાં આવી ગયો.
શિલ્પા શેટ્ટી : બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન હતા. બંનેના લગ્નનું બજેટ 80 કરોડ રૂપિયા હતુ. બંનેએ બાવાજ વિલા, ખંડાલામાં લગ્ન કર્યા હતા. શિલ્પાના લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે 2017 સુધી બોલિવુડના સૌથી મોંઘા લગ્નમાંના એક હતા. લગ્નમાં કપલે 80 કિલોની 9 માળની કેક કાપી હતી અને સગાઇમાં રાજે શિલ્પાને 3થી5 કરોડની વીંટી પહેરાવી હતી.શિલ્પાએ તેના લગ્નમાં તરુણ તહલિયાની દ્વારા ડિઝાઇન કરેલ 50 લાખની સાડી પહેરી હતી. આ સાથે અનકટ ડાયમંડ અને કુંદનની જ્વેલરી પહેરી હતી, જેની કિંમત 3 કરોડ હતી.
એશ્વર્યા રાય : બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાયે અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 2007માં મુંબઇમાં બચ્ચનના પ્રતિક્ષા બંગલોમાં થયા હતા, આ લગ્નનું બજેટ 40 કરોડ રૂપિયા હતુ. એશ્વર્યાની મહેંદી સેરેમની માટે રાજસ્થાનના સોજાતથી ખાસ 15 કિલો મહેંદી મંગાવવામાં આવી હતી. એશ્વર્યાએ લગ્ન માટે ગોલ્ડન કાંજીવરમ સાડી પહેરી હતી, જે મશહૂર ડિઝાઇનર નીતા લુલ્લાએ ડિઝાઇન કરી હતી અને તેની કિંમત 75 લાખ રૂપિયા હતી.
વેડિંગ ડ્રેસની વાત કરીએ તો, સોનમ કપૂરે 90 લાખ, આલિયા ભટ્ટે 50 લાખ, અનુષ્કા શર્માએ 32 લાખ, પ્રિયંકાએ હિંદુ વેડિંગ માટે 18 લાખ- જ્યારે ક્રિશ્ચયન વેડિંગ માટે 15 કરોડ અને કેટરીનાએ 17 લાખનો લહેંગો પહેર્યો હતો.