જીવનશૈલી હેલ્થ

ફક્ત 18 મહિનામાં અનંત અંબાણીએ ઘટાડયું હતું 108 કિલો વજન, દરરોજ કરતો હતો 6 કલાક તનતોડ મહેનત, બેહદ અઘરો હતો ડાયેટ પ્લાન

તમે પણ અપનાવી શકો છો આ ટિપ્સ, કેવો હતો ડાયેટ પ્લાન…

રિલાયન્સ જીઓની પેરેન્ટ કંપની જીઓ પ્લેટફોર્મમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે જવાબદારી નિભાવી રહેલા અનંત અંબાણીનું થોડા વર્ષ પહેલા વજન ઘણું વધારે હતું. આ વજનને ઓછું કરવા માટે તેને તનતોડ મહેનત કરી હતી. અનંતએ 18 મહિનામાં 108 કિલો વજન ઘટાડયું હતું. હવે અનંત એકદમ ફિટ છે. આ ફિટનેસ પાછળ તેની તનતોડ મહેનત અને ફિટનેસ પ્રત્યેનો પ્રેમ છે.

Image source

અનંત અંબાણીએ વજન ઘટાડવામાં તેની મદદ કરનાર જાણીતા ફિટનેસ કોચ વિનોદ ચન્નાએ જણાવ્યું હતું કે, અનંત અંબાણીએ કુદરતી અને સુરક્ષિત રીતે તેનું વજન ઘટાડયું છે. તે માટે અનંત દરરોજ 5થી 6 કલાક કસરત કરતો હતો. વિનોદે જણાવ્યું હતું કે, અનંત અંબાણીએ વજન ઘટાડવા માટે તનતોડ મહેનત કરી હતી.

Image source

વજન ઘટાડવા માટે અનંત દરરોજ 21 કિલોમીટર ચાલતો હતો. આ બાદ તે નિયમિત યોગા, વેટ ટ્રેનિંગ, ફંક્શનલ ટ્રેનિંગ, હાઈ ઇન્ટેસિટી કાર્ડિયો કસરત પણ કરતો હતો. વજન ઘટાડવા માટે અનંતે ખાવા-પીવામાં પણ કંટ્રોલ કરી દીધો હતો. અનંતે પર્યાપ્ત ફૈટ અને પ્રોટીન અનુસાર જીરો શુગર અને લો-કાર્બોહાઈડ્રેટ ડાયટ લેવાનું શરૂ કર્યું હતું. એક વાતચીતમાં જણાવ્યું હતું કે, અનંત અંબાણીને ક્રોનિક અસ્થમા હતું જેની દવાઓને કારણે તેનું વજન વધી ગયું હતું.

Image source

અનંતની મેડિકલ હિસ્ટ્રી ધ્યાનમાં રાખીને તેને ફૂલ-પ્રુફ પ્લાન તૈયાર કર્યો હતો. આ જર્નીની શરૂઆતમાં તેને સર્જરી કે મસલ ટીયર થયા ના હતા. અનંતે વજન ઘટાડવા માટે લાંબો અને કઠિન રસ્તો પસંદ કર્યો હતો. આમ છતાં તેની મેડિકલ કન્ડિશનમાં કોઈ ફેરફાર વગર વજન ઘટાડવામાં કામયાબ રહ્યો હતો.

Image source

વિનોદ ચન્નાના જણાવ્યા અનુસાર, અનંત અંબાણીની ધગશ જ તેનું વજન ઘટાડવાનું સૌથી મોટું કારણ છે. અનંત બેહદ લગનશીલ હતો. એક પણ દિવસ તેને આરામ નથી કર્યો, કોઈ બહાનું નથી બનાવ્યું જેથી મને તેને વધુ કસરત કરાવવામાં મદદ મળી હતી.

Image source

જાણો શું હતો અનંત અંબાણીની ડાયટ પ્લાન
અનંતે બેલેન્સ ટ્રેનિંગ સાથે શરૂઆત કરી હતી. ધીમે-ધીમે લાઈટ વેટ ટ્રેનિંગ તરફ આગળ વધ્યો હતો. વજન ઘટાડવા માટે અનંતે તેના ખાવા-પીવામાં પણ ફેરફાર કરી દીધો હતો. અનંતે જંક ફૂડની જગ્યાએ પ્રોટીન અને ફાઈબરની માત્રાથી ભરપૂર ફૂડ લેવાનું શરૂ કરી દીધું હતું.

Image source

અનંતનો દિવસ સ્પ્રાઉટ્સ, સલાડ, અને સૂપથી શરૂ થતો હતો. ચન્નાએ જણાવ્યું હતું કે, જમવામાં ફળ, શાકભાજી લેતો હતો. ડાયટ દરમિયાન અનંત અંબાણી ગાયનું તાજું દૂધ અને ઘીને પણ શામેલ કર્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.