અંબાણી પરિવારના લાડલા દીકરા અનંત અંબાણીએ ભાવિ પત્ની રાધિકા સાથે દુબઈમાં મનાવ્યો 28મોં જન્મદિવસ, આ દિગ્ગજે આપ્યું લાઈવ પર્ફોમન્સ.. જુઓ વીડિયો

દુબઈમાં છવાયો અંબાણી પરિવારનો જાદુ, દીકરા અનંત અંબાણી માટે થયું ખાસ પાર્ટીનું આયોજન, આ પાકિસ્તાની સિંગરે આપ્યું ધમાકેદાર પર્ફોમન્સ, જુઓ વીડિયો

દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે. તેમાં પણ જો કોઈ સેલેબ્રીટીનો જન્મદિવસ હોય તો તેની સાથે સાથે તેના ચાહકો પણ મોજમાં જોવા મળે છે. સેલેબ્સ પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો અને વીડિયો ચાહકો સાથે પણ શેર કરતા હોય છે જેને જોઈને તે ખુશ ખુશાલ પણ થઇ જતા હોય છે.

ત્યારે હાલમાં જ અંબાણી પરિવારના લાડલા દીકરા અનંત અંબાણીનો પણ 28મો જન્મ દિવસ હતો અને આ જન્મ દિવસની ઉજવણી અનંત અંબાણીએ ભારતમાં નહિ પરંતુ દુબઈમાં કરી હતી. તેના જન્મ દિવસની આ ઉજવણી દરમિયાન તેની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ પણ તેની સાથે જોવા મળી હતી. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.

અનંત અંબાણીના જન્મ દિવસની આ પાર્ટીમાં પાકિસ્તાની ગાયક આતિફ અસલમ અને રાહત ફતેહ અલી ખાને લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. અનંત અંબાણીનો જન્મ 10 એપ્રિલ 1995ના રોજ થયો હતો. અનંત અંબાણીના જન્મદિવસની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

અનંત અંબાણીની બર્થડે પાર્ટી ટેરા સોલિસ ખાતે યોજાઈ હતી, જે અરેબિયન રણમાં એક ભવ્ય આઉટડોર કેમ્પસાઈટ છે. બીજી તરફ ઈશા અંબાણીના ફેન પેજ દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની કેટલીક તસવીરો અને વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ તસવીરો અને વીડિયોમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બીજી તરફ પાકિસ્તાન વાયરલ સિરીઝ નામના પેજ પર આતિફ અસલમે અનંત અંબાણીના જન્મદિવસ પર આપેલા પરફોર્મન્સને શેર કર્યું છે. આ વિડિયો શેર કરતાં લખ્યું “દુબઈમાં અનંત અંબાણીની #BirthdayPartyમાં તેના અદ્ભુત લાઈવ પરફોર્મન્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. ગાયક તેના ભાવપૂર્ણ અવાજ અને મહેનતુ સ્ટેજ હાજરીથી પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી!”

અનંત અંબાણીના જન્મદિવસ પછી, તેની ભાવિ પત્નીની કેટલીક તસવીરો સામે આવી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. રાધિકા મર્ચન્ટ તેના મિત્રો સાથે સ્કાઈડાઈવિંગ માટે પહોંચી. આ દરમિયાન રાધિકા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. રાધિકાએ બ્લેક પેન્ટ અને વ્હાઇટ ટી-શર્ટ પહેર્યું છે. તેના શૂઝની વાત કરીએ તો તેણે એડિડાસના શૂઝ પહેર્યા છે જે દરેકનું ધ્યાન ખેંચી રહ્યા છે.

Niraj Patel