સાસરામાં લગ્ન બાદ પહેલીવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો રાધિકા મર્ચન્ટનો બર્થ ડે, ગ્લેમરસ લુકમાં જોવા મળી નીતા અંબાણીની નાની વહુ

એંટીલિયામાં ધામધૂમથી મનાવવામાં આવ્યો નીતા-મુકેશ અંબાણીની નાની વહુ રાધિકાનો બર્થ ડે, જેઠ આકાશ અંબાણીએ ના ખાધી કેક

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા ચર્ચામાં રહે છે. રાધિકાએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તેમના લગ્નમાં ભારત અને વિદેશના મહેમાનો હાજર રહ્યા હતા અને આ પ્રસંગમાં આકર્ષણ ઉમેર્યું હતું. લગ્ન બાદ રાધિકાએ તેનો પહેલો જન્મદિવસ સાસરે ઉજવ્યો.

તેણે એન્ટીલિયામાં પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. ત્યારે રાધિકાના ગ્રાન્ડ બર્થડે સેલિબ્રેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાધિકા મર્ચન્ટે લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ એન્ટિલિયામાં ઉજવ્યો હતો. આ ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં રાધિકા વ્હાઇટ બેકલેસ ટોપ સાથે રેડ સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ લુક સાથે તેણે એક પોનીટેલ બનાવી છે અને તેનો નો મેકઅપ લુક તેને ખૂબ જ સુંદર બનાવી રહ્યો છે. વીડિયોમાં રાધિકા પહેલા કેક કાપતી અને પછી એક પછી એક બધાને ખવડાવતી જોવા મળી હતી. જો કે જ્યારે રાધિકા તેના જેઠ એટલે કે આકાશ અંબાણીને કેક ખવડાવે છે, તો આકાશ કેક ખાવાની ના પાડે છે.

વાસ્તવમાં આકાશે રાધિકાને પહેલા બા એટલે કે કોકિલાબેન અંબાણીને કેક ખવડાવવા કહ્યું. રાધિકાએ આકાશની વાત માની અને એમ જ કર્યું. આ વીડિયો સામે આવતાની સાથે જ દરેક વ્યક્તિ આકાશના ખૂબ વખાણ કરી રહ્યા છે. યૂઝર્સ આકાશને જેન્ટલમેન કહી રહ્યા છે. જણાવી દઈએ કે પાર્ટીમાં ઓરી, અનન્યા પાંડે, શિખર પહારિયા, જાહ્નવી કપૂર, અર્જુન કપૂર, મહેન્દ્ર સિંહ ધોની સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina