લાખો નહિ પણ કરોડોની હતી અનંત અંબાણીની ઘડિયાળ, કિંમત જાણી તમે પણ કહેશો હે ભગવાન !!!

રાધિકાના મંગેતર અનંત અંબાણીની ઘડિયાળની કિંમત વાંચશો તો કહેશો આ પ્રાઈઝમાં મુંબઇમાં આવી જાય સી ફેંસિંગ ફ્લેટ

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ દિવસોમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઇવેન્ટને લઇને ચર્ચામાં છે. મુંબઈના Jio પાર્કમાં બનેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઇવેન્ટમાં બોલિવુડની લગભગ તમામ હસ્તિઓ, હોલિવુડની પણ જાણિતી હસ્તિઓ સહિત રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓ સામેલ થયા હતા.

આ ઓપનિંગ સેરેમનીમાં આખો અંબાણી પરિવાર ચર્ચાનો વિષય રહ્યો હતો અને અંબાણી પરિવારના રોયલ અને લક્ઝ્રી લુકે બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. ત્યારે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને મંગેતર રાધિકા મર્ચેંટે જ્યારે એન્ટ્રી લીધી ત્યારે બધાની નજર બંને પર થમી ગઇ. આ દરમિયાન અનંત અંબાણીના હાથ પર એવી ઘડિયાળ જોવા મળી કે તેણે બધાનું ધ્યાન ખેંચ્યું.

આ ઘડિયાળની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો. NMACCના બીજા દિવસે અનંત અંબાણી બ્લેક આઉટફિટમાં પહોંચ્યો હતો. તેના હાથમાં એક લક્ઝરી ઘડિયાળ હતી, જેની કિંમત જાણીને તમારું માથુ ફરી જશે. અનંત અંબાણીએ Patek Philippe બ્રાન્ડની સુપર લક્ઝરી ઘડિયાળ પહેરી હતી. આ ઘડિયાળની કિંમત 18 કરોડ રૂપિયા છે. બિઝનેસ ટાયકૂનનો પુત્ર વર્લ્ડ ક્લાસ બ્રાન્ડની ઘડિયાળને કેરી કરતો જોવા મળ્યો.

જણાવી દઇએ કે, આટલા રૂપિયામાં તો તમે દિલ્હી-NCRમાં 18 કરોડ રૂપિયામાં વિલા અને મુંબઈમાં સી ફેસિંગ ફ્લેટ ખરીદી શકો છે. જણાવી દઇએ કે, Patek Philippe વિશ્વની લક્ઝરી ઘડિયાળ બ્રાન્ડ્સનું ઉત્પાદન કરે છે. તેની ઘડિયાળની કિંમત લાખોમાં અને કરોડોમાં હોય છે. માત્ર ઘડિયાળો જ નહીં, અનંત અંબાણી કારના પણ ઘણા શોખીન છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પાસે લક્ઝરી કારનું કલેક્શન છે.

જો કે, અનંત તેની લક્ઝરી લાઈફસ્ટાઈલની સાથે સાથે સાદગી માટે પણ જાણીતો છે. અનંતની મનપસંદ કારમાં સુપર લક્ઝરી કાર રોલ્સ રોયસ ફેન્ટમ, BMW i8, SUV Mercedes Benz G63 AMG, લેન્ડ રોવર રેન્જ રોવર વોગ, લક્ઝરી સેડાન મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.

Shah Jina