માતા નીતા અંબાણીએ કહ્યું હતું, તે બહુ જ પીડાદાયક હતું… પુરી સ્ટોરી વાંચીને મજા આવી જશે
આપણી આજુબાજુમાં ઘણા લોકો એવા હોય છે જે મોટાપાનો શિકાર બને છે. મોટાપો ઓછું કરવાનું વિચારતા હોય છે. પરંતુ વજન ઓછું કરી શકતા ના હતા. પરંતુ દેશના સૌથી અમિર શખ્સ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ વજન ઘટાડવા વિષે વિચાર્યું ના હતું પરંતુ તેને કરી બતાવ્યું હતું. એક સમયે અસ્થમાના કારણે મોટાપાની સમસ્યા સામે ઝઝૂમી રહેલા અનંત અંબાણીએ 108 કિલો વજન ઓછું કરીને તેનો લુક બદલાવી નાખ્યો હતો.

ખુદ નીતા અંબાણીએ 2018માં ઇન્ડિયા ટુડે કોન્કલેવ દરમિયાન ઇન્ટરવ્યૂમાં અનંત અંબાણીએ તેની તનતોડ મહેનત વિષે જણાવ્યું હતું. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, જયારે અનંત 18 વર્ષનો હતો ત્યારે એક દિવસ તેને આવીને મને કહ્યું હતું કે, મમ્મી મારે વજન ઓછું કરવું છે. શું તમે મારી મદદ કરશો. મેં કહ્યું બિલકુલ.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, આ બાદ અનંત અંબાણી જામનગર ચાલ્યો ગયો હતો, જ્યાં રિલાયન્સ રિફાઇનરી પ્લોટ છે. ત્યાં 500 દિવસ સુધી રહ્યો હતો. અનંત દરરોજ 23 કિલોમીટર દોડતો હતો. અનંત સખ્ત ડાયટ પ્લાન પણ ફોલો કરતો હતો. આ રીતે તેને કુદરતી રીતે જ 108 કિલો વજન ઘટાડ્યું હતું. આ આપણા માટે પ્રેરણાદાયી છે. આટલું જ નહીં નીતા અંબાણીએ આઇપીએલ દરમિયાન અનંત અંબાણીની તસ્વીરને લઈને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાને લઈને પણ કહ્યું હતું.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, આકાશ અને ઈશા અંબાણી ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા ત્યારે હું અમેરિકામાં હતી. તે સમયે મુંબઈ ઇન્ડિયન્સ પહેલી વાર ફાઇનલમાં હતું. મેં અનંતને કહ્યું હતું કે, જો ટિમ જીતે છે તો ટ્રોફી લેવા માટે તે ત્યાં જાય. નીતાએ કહ્યું હતું કે,આઈપીએલ દરમિયાનની આ તસ્વીર સામે આવી ત્યારે લોકોએ મોટાપાને લઈને અનંતને ટ્રોલ કર્યો હતો. આ ખુદ અનંત અને માતા માટે દર્દભર્યું હતું. તે સમયે અનંતની ઉંમર ફક્ત 14થી 15 વર્ષની હતી.

ફરી 18 વર્ષની ઉંમરમાં અનંતે મને એક દિવસ કહ્યું હતું કે, માં મારે વજન ઘટાડવું છે. આટલું જ નહીં નીતા અંબાણી એ કહ્યું હતું કે,સ્કૂલ દરમિયાન અનંતને તેના મિત્રો વજન વધારાને લઈને મસ્તી કરતા હતા. એક માતા તરીકે અનંતને ટ્રોલ કરવો અને તેની મજાક બનાવવી મને પીડા પહોંચાડતું હતું.