અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે કર્યુ ગણપતિ વિસર્જન, ઢોલ પર કર્યો ડાંસ- એકબીજાને લગાવ્યો ગુલાલ
અંબાણી પરિવારમાં બાપ્પાના આગમનને લઈને જલસા જેવો માહોલ જોવા મળ્યો હતો. બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થી નિમિત્તે પૂજા અને ભવ્ય ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઈવેન્ટ માટે આખો અંબાણી પરિવાર સાથે મળીને તૈયારી કરતો જોવા મળ્યો હતો. આ સિવાય અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ થયા હતા. બે દિવસની ઉજવણી બાદ રવિવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.
બાપ્પાને એવી જ રીતે ધામધૂમથી વિદાય આપવામાં આવી હતી જેવી રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જન માટે આખો અંબાણી પરિવાર અને સ્ટાર્સનું જૂથ એન્ટિલિયામાંથી નાચતા-ગાતા બહાર આવ્યા હતા. આ દરમિયાન દરેક લોકો મસ્તી અને તોફાન કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું. નીતા અંબાણીથી લઈને શ્લોકા-રાધિકા સુધી અંબાણી પરિવારના દરેક સભ્ય ભક્તિમાં નાચતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન ઘણી એવી ક્ષણો પણ કેદ થઇ જે જોયા પછી લોકોનો દિવસ બની ગયો. આમ તો આખો અંબાણી પરિવાર અને સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળ્યા હતા, પરંતુ બે લોકો હતા જેમની મસ્તીએ સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ બીજું કોઈ નહીં પણ અંબાણી પરિવારનો નાનો પુત્ર અનંત અંબાણી અને નાની વહુ રાધિકા મર્ચન્ટ હતી. જી હા, નવા પરણેલા લવ બર્ડ્સ આ દરમિયાન ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. બંને પોતાના પરિવારના સભ્યો સાથે ડાન્સ કરતા હતા અને ગુલાલ ઉડાડતા પણ જોવા મળ્યા હતા.
આ પછી જ બંનેએ એકબીજા સાથે ખૂબ મસ્તી કરી. આનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અનંત ભીડની વચ્ચે રાધિકા મર્ચન્ટને પ્રેમથી ગુલાલ લગાવતો જોવા મળે છે અને પછી તરત જ રાધિકા મસ્તીમાં તેના પર પાણી ફેંકે છે. બંનેનું મીઠુ તોફાન જોઈને નજીકમાં ઉભેલા લોકો હસી પડ્યા હતા. આ વીડિયો જોયા પછી લોકો ખૂબ જ ખુશ છે અને આ કપલ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
View this post on Instagram
લુકની વાત કરીએ તો, અનંત નારંગી કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. અનંત અને રાધિકાની વાત કરીએ તો તેમના લગ્ન 12 જુલાઈ 2024ના રોજ થયા હતા. તેમના લગ્નની ઉજવણી લાંબા સમય સુધી ચાલી હતી. પ્રિ-વેડિંગ ફંક્શન પણ ઘણા દિવસો સુધી ચાલ્યા અને લગ્નમાં મોટા મોટા સ્ટાર્સ તેમજ દેશ-વિદેશની હસ્તિઓએ હાજરી આપી હતી. સમગ્ર ગ્લેમર જગત આ લગ્નનો ભાગ બન્યુ હતુ. લગ્ન પછી 2-3 દિવસ રિસેપ્શન પણ ચાલ્યું.
View this post on Instagram