રબને બના દી જોડી, અનંત-રાધિકાની સગાઇમાં દુલ્હનની જેમ શણગારાયું અબજો રૂપિયાનું એન્ટિલિયા, જુઓ ખૂબસૂરત તસવીરો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે. અનંત અને રાધિકાની સગાઈ મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં થઈ હતી. અનંત અને રાધિકાની સગાઈના પ્રસંગે એન્ટિલિયાને ખૂબ જ સુંદર શણગારવામાં આવ્યું છે.

અનંત અને રાધિકાએ ગોળધાણા અને ચુનરી વિધિની જૂની પરંપરા સાથે સગાઈ કરી હતી. આ પ્રસંગે મુકેશ અંબાણીનો આખો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. સગાઈ સેરેમનીની સામે આવેલી તસવીરોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે તેમની પુત્રી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પીરામલ પણ જોવા મળે છે.

આ ઉપરાંત નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો મોટો દીકરો આકાશ અંબાણી અને વહુ શ્લોકા પણ જોવા મળે છે.મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ પત્ની સાથે અનંત અને રાધિકાની સગાઈમાં પહોંચ્યા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

આ કપલ ટૂંક સમયમાં જ ભવ્ય સમારોહમાં લગ્નના બંધનમાં બંધાશે. હાલમાં અંબાણી અને વેપારી પરિવારોમાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.સગાઈ સમારોહ મુકેશ અંબાણીના મુંબઈ ખાતેના ઘરે યોજાયો હતો. અનંત અને રાધિકાની રોકા સેરેમની 29 ડિસેમ્બર 2022ના રોજ રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.

આ સેરેમનીમાં અનેક સ્પોર્ટ્સ અને બોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. જેમાં સચિન તેંડુલકર, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય, શ્રેયા ઘોષાલ સહિત ઘણા દિગ્ગજો સામેલ હતા. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે અનંત અને રાધિકાની સગાઈમાં પહોંચ્યા હતા.

આ દરમિયાન શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી સાથે જોવા મળ્યો હતો, આ સાથે આર્યન ખાન પણ જોવા મળ્યો હતો. આર્યને તેની માતા સાથે તસવીરો માટે પોઝ આપ્યો હતો. જો કે, શાહરૂખ ખાન કેમેરાની સામે જોવા મળ્યો ન હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈમાં બોલિવૂડના કોરિડોરમાંથી સ્ટાર્સનો મેળાવળો જામ્યો હતો. આ દરમિયાન રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા હતા.

દીપિકા લાલ સાડીમાં જોવા મળી હતી, જ્યાકે રણવીર બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો હતો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ સગાઈની પાર્ટીમાં હાજરી આપી હતી.આ ઉપરાંત બોલિવૂડ અભિનેતા વરુણ ધવન, તેની પત્ની નતાશા દલાલ, સારા અલી ખાન, બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહર સહિત બોલિવૂડ ખેલાડી કુમાર અક્ષય કુમારે પણ સગાઇમાં પોતાની હાજરી નોંધાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા પણ આ પાર્ટી માટે ટ્રેડિશનલ આઉટફિટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ઐશ્વર્યા લીલા રંગના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હંગામા 2 એક્ટર મીઝાન જાફરી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ સિવાય કિરણ રાવ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર અને પત્ની અંજલિ તેંડુલકર પણ સગાઈમાં પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by News18 Gujarati (@news18gujarati)

Shah Jina