જ્યારે શાહરૂખ ખાને પૂછી હતી અનંત અંબાણીની પહેલી સેલેરી તો આવી રીતે મુકેશ અંબાણીના નાના દીકરાએ કિંગ ખાનની બોલતી કરી દીધી હતી બંધ

જ્યારે શાહરૂખે પૂછી હતી અનંત અંબાણીની પહેલી સેલેરી, જવાબ સાંભળી સુપરસ્ટારની બોલતી થઇ ગઇ હતી બંધ

દેશના અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અવાર નવાર સમાચારોમાં રહે છે. બોલિવૂડ સાથે અંબાણી પરિવારનું જોડાણ પણ ઘણું જૂનું છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ હંમેશાથી અંબાણી પરિવારના ખાસ ફંક્શન ને લગ્નનો ભાગ રહ્યા છે. અંબાણી પરિવારમાં કોઇ પણ ફંક્શન હોય તેમાં બોલિવૂડ અને ખેલ જગતના ઘણા કલાકારો સામેલ થાય છે અને ખૂબ મજા પણ કરે છે. ત્યારે આજે તમને અંબાણી પરિવારના ફંક્શન સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે વર્ષ 2017ની છે.

રિલાયન્સના 40 વર્ષ પૂરા થવા પર અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અનેક ફિલ્મ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો હોસ્ટ હતો શાહરૂખ ખાન. ઈવેન્ટને હોસ્ટ કરતી વખતે શાહરૂખ ખાને ત્યાં હાજર લોકો અને અંબાણી પરિવારના બાળકો સાથે ખૂબ મસ્તી કરી હતી. એટલું જ નહીં, તેણે આકાશ અંબાણી અને ઈશા અંબાણી સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો.

આ દરમિયાન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ શાહરૂખ ખાન માટે એવી વાત કરી દીધી કે કિંગ ખાનની પણ બોલતી બંધ થઇ ગઇ હતી. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાને અનંત અંબાણીને તેની પહેલી સેલેરી વિશે જણાવ્યું અને પછી અનંતની પહેલી સેલેરી પૂછી. આ પછી અનંત અંબાણી એવો જવાબ આપ્યો કે શાહરૂખ બોલતો બંધ થઈ ગયો. શાહરૂખ ખાને અનંતને કહ્યુ કે તેનો પહેલો પગાર 50 રૂપિયા હતો. તે પૈસા તેણે પંકજ ઉધાસના મ્યુઝિક કોન્સર્ટમાં સ્વયંસેવક બનીને કમાવ્યા હતા.

શાહરૂખ ખાને એ પણ જણાવ્યું કે તે પોતાની પહેલી કમાણી સાથે તાજમહેલ જોવા ગયો હતો. આ પછી શાહરૂખ ખાને અનંત અંબાણીને તેની પહેલી સેલેરી વિશે પૂછ્યું, જેના પર તેણે ખૂબ જ ફની જવાબ આપ્યો. અનંત અંબાણીએ શાહરૂખ ખાનને કહ્યું કે રહેવા દો, જો મેં તમને મારી પહલી સેલેરી કહી દીધી તો તમને શરમ આવી જશે. આ સાંભળીને શાહરૂખ ચૂપ થઈ જાય છે અને કાર્યક્રમમાં હાજર લોકો હસવા લાગે છે.

Shah Jina