20 લક્ઝુરિયસ ગાડીઓના કાફલા સાથે દુબઈના મોલમાં પહોંચ્યો અનંત અંબાણી, રાધિકા પણ હતી સાથે, જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા, જુઓ વીડિયો
Anant Ambani Dubai Mall : એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટ તાજેતરમાં દુબઈ મોલમાં ગયા હતા. દરેકની નજર આ સેલિબ્રિટી કપલ પર છે અને પેપરાજી સહિતના લોકો પણ તેમના જાહેર દેખાવ પર નજર રાખે છે. આ હાઈપ્રોફાઈલ કપલ દુબઈ મોલમાં જોવા મળ્યું હતું અને જે રીતે તેમની એન્ટ્રી થઈ તે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
જામનગરમાં ભવ્ય પ્રિ-વેડિંગ સેરેમની બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એકસાથે જોવા મળ્યા હતા અને આ વખતે તેઓ દુબઈ મોલમાં શોપિંગ માટે ગયા હતા. દુબઈના આ લક્ઝુરિયસ મોલમાં અનંત અને રાધિકા જે રીતે પહોંચ્યા તે ટોક ઓફ ધ ટાઉન સાબિત થઈ રહ્યું છે. વાસ્તવમાં, અનંત અંબાણી પોતે લક્ઝરી કાર રોલ્સ રોયસમાં પહોંચ્યા હતા, તેમની સાથે 20 કારનો કાફલો કડક સુરક્ષા તેમજ લક્ઝુરિયસ કારોના સમાવેશને કારણે બધાના ધ્યાન પર આવ્યો હતો.
આ દંપતી ચમકતા નારંગી રંગના રોલ્સ-રોયસ ક્યુલિનન બ્લેક બેજમાં દુબઈ મોલ ખાતે પહોંચ્યા હતા અને કડક સુરક્ષા સાથે 20 કારનો કાફલો દુબઈની શેરીઓમાંથી પસાર થયો હતો. જો મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો આ સમગ્ર કાફલાની કિંમત 25 કરોડ રૂપિયાથી વધુ હતી. આ કાફલામાં સામેલ કારોમાં કેડિલેક એસ્કેલેડ્સ, જીએમસી યુકોન ડેનાલિસ, શેવરોલે સબર્બન જેવા શક્તિશાળી વાહનોનો સમાવેશ થાય છે અને એક એમ્બ્યુલન્સનો પણ આ કાફલામાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી આ હાઈ-પ્રોફાઈલ કપલની સુરક્ષામાં કોઈ અંતર ન રહે.
View this post on Instagram
આ કાર કાફલામાં ઘણી શક્તિશાળી SUVનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે નવીનતમ સુરક્ષા સુવિધાઓ અને અદ્યતન સિસ્ટમોથી સજ્જ છે. આ ગાડીઓ દોડતી અને અનંત અને રાધિકા દુબઈ મોલમાં પહોંચતા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દુબઈ મોલના રિમોવા સ્ટોરમાં જોવા મળ્યા હતા જ્યાં અનંત અંબાણી લક્ઝરી લગેજના વિકલ્પો જોતા જોવા મળ્યા હતા.