મુકેશ અંબાણીના દીકરા અનંતે ઉત્તરાખંડમાં પૂર વિસ્તાર માટે આપ્યુ અધધધધ કરોડોનું દાન, જાણીને નવાઈ પામશો 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો તાજેતરમાં RILના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં સમાચાર છે કે શુક્રવારે અનંત અંબાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ઉત્તરાખંડ સરકારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી.

અનંત અંબાણીએ કર્યુ 25 કરોડનું દાન
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અનંત અંબાણીનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અનંત અંબાણી વતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રતિનિધિઓએ શુક્રવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રીની રાહત ફંડ માટે 25 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો હતો.

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ આભાર વ્યક્ત કર્યો
તમને જણાવી દઈએ કે કોરોના મહામારી દરમિયાન અનંત અંબાણીએ ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડને 5 કરોડ રૂપિયાની રકમ પણ દાનમાં આપી હતી. અનંત અંબાણી Jio પ્લેટફોર્મ, રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ ગ્રુપના એનર્જી અને સોલાર પાવર બિઝનેસના બોર્ડમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે. ત્યારે ગયા મહિને જ અનંત અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં પણ નિયુક્ત કરવામાં આવ્યો છે.

Shah Jina