અનંત અંબાણીએ જીત્યા દિલ, હજારો ફૂટની ઉંચાઈ પર પોતાના પ્રાઇવેટ જેટમાં ઉજવ્યો પોતાના કર્ચમારીનો જન્મ દિવસ… જુઓ વીડિયો

અનંત અંબાણીએ મનાવ્યો પોતાના કર્મચારીનો જન્મ દિવસ, પ્રાઇવેટ જેટમાં ફેરવ્યો.. જુઓ વીડિયો

અંબાણી પરિવાર હંમેશા કોઈને કોઈ કારણોને લઈએં ચર્ચામાં રહેતો હોય છે. અંબાણી પરિવાર પોતાના કર્મચારીઓનું ખાસ ધ્યાન રાખે છે અને ઘણીવાર એવા કિસ્સાઓ પણ સામે છે જેમાં મુકેશ અંબાણી કે તેમની પત્ની નીતા અંબાણીએ કર્મચારીઓ માટે દરિયાદિલી બતાવી હોય. ત્યારે હાલમાં એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં મુકેશ અંબાણીના નાના દીકરાનો કર્મચારી પ્રત્યેનો ભાવ જોઈને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે.

આપણે બધા જ જાણીએ છીએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ થોડા દિવસ પહેલા જ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે કરવામાં આવી હતી. ત્યારે આ સગાઈની તસવીરો ઉપરાંત ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે હાલ અનંત અંબાણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એક કર્મચારીનો જન્મ દિવસ ઉજવતો જોવા મળી રહ્યો છે.

અનંત અંબાણી પ્રાઈવેટ જેટમાં એક કર્મચારીનો જન્મદિવસ ઉજવતો જોવા મળે છે. લોકોને અનંત અંબાણીની ઉદારતા પસંદ આવી છે. જો કે આ વીડિયો ક્યારેનો છે તે અંગે કોઈ માહિતી નથી. અનંત અંબાણીનો આ વાયરલ વીડિયો મોબાઈલ કેમેરાથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અંબાણીનો દીકરો અનંત વાદળી શર્ટમાં પોતાના કર્મચારીનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

એટલું જ નહીં, તેઓ પોતાના હાથથી કર્મચારીને કેક પણ ખવડાવે છે. વીડિયોની બીજી ખાસિયત એ છે કે અનંતે પોતાના પ્રાઈવેટ જેટમાં કર્મચારીના ખાસ દિવસની ઉજવણી કરી અને તેને વધુ યાદગાર બનાવ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે કર્મચારી ખુબ જ ખુશ છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ મોટી હસ્તી પોતાના કર્મચારીનો જન્મદિવસ આ રીતે ઉજવે છે ત્યારે તેમની લાગણીઓને કોઈ રોકી શકશે નહીં.

વીડિયોમાં અનંત કર્મચારીને તેના જન્મદિવસની કેક કાપવામાં મદદ કરતા જોઈ શકાય છે. જો કે, આ પછી કર્મચારી પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યો અને અનંતના પગને સ્પર્શ કર્યો, જેના પર અનંત થોડો અસહજ દેખાતો હતો. થોડી સેકન્ડની આ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર patialapolitics નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Patiala Politics (@patialapolitics)

Niraj Patel