ખબર જીવનશૈલી

જુઓ એકદમ સિમ્પલ લૂકમાં પણ કેટલી સુંદર દેખાતી હતી અંબાણી પરિવારની ભાવિ ‘નાની વહુ’

એશિયાના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જુડવા બાળકો – ઈશા અંબાણી અને આકાશ અંબાણીના લગ્ન પછી હવે બધાની જ નજર મુકેશ અંબાણીના નાના દીકરા અનંત પર ટકેલી છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના શાહી લગ્ન થયા હતા, જેમાં બિયોન્સે, કોલ્ડ પ્લે અને મરૂન 5 જેવા હોલિવૂડ સ્ટાર્સે પણ પરફોર્મ કર્યું હતું. આ લગ્નમાં દેશ-વિદેશથી મોટી-મોટી હસ્તિયોએ હાજરી આપી હતી.

Image Source

હાલ એવી અટકળો પણ ચાલી રહી છે કે અનંત અંબાણી બિઝનેસમેન વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે જલ્દી જ લગ્ન કરશે. પરંતુ હજુ સુધી એક પણ પરિવારે આ વાતની પુષ્ટિ કરી નથી. તેમ છતાં આ બહુચર્ચિત કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળે છે.

Image Source

ખબરો અનુસાર, અનંત અંબાણી રાધિકા મર્ચન્ટને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં પણ આ કપલ સાથે જોવા મળ્યું હતું. બંને એક સાથે બાંદ્રામાં એક સ્ટોરના લોન્ચમાં પહોંચ્યા હતા. ત્યારે આ બંને ખૂબ જ સાદા લૂકમાં જોવા મળ્યા હતા. અનંત અંબાણીએ સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હતું, જયારે રાધિકા ડિઝાઈનર કપડાં અને ભપકાદાર મેકઅપને બદલે ટ્રેડિશનલ ચુડીદાર સૂટમાં જોવા મળી હતી. રાધિકાએ લાલ ચુડીદાર સૂટ પહેર્યો હતો. આ કપલની પાછળ ગનમેન પણ હતા.

સોશિયલ મીડિયા પર આ સમયની તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહી છે, જેમાં અનંત આગળ અને રાધિકા તેમની પાછળ જતી જોવા મળે છે. આ તસ્વીરોમાં બંને ખૂબ જ સિમ્પલ અંદાજમાં જોવા મળે છે. મીડિયામાં રાધિકા મર્ચન્ટ અંબાણીની નાની વહુ તરીકે ચર્ચીયત છે. રાધિકા બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી છે.

Image Source

રાધિકા અને અનંત વિશે કોઈ અધિકારીક રીતે જાહેરાત ન થઇ હોવા છતાં રાધિકા અંબાણી પરિવાર સાથે ઘણીવાર જોવા મળે છે. ઈશા અને આકાશ અંબાણીના લગ્નોમાં પણ તે જોવા મળી હતી. સાથે જ તેને અંબાણી પરિવારની તસ્વીરમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા, શ્લોકા અને અનંત સાથે પોઝ પણ આપ્યા હતા.

Image Source

રાધિકાના પિતા વીરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઈઓ છે, રાધિકાની બહેન અંજલિ પણ આ કંપનીમાં ડિરેક્ટર છે. રાધિકાએ ન્યુયોર્ક યુનિવર્સીટીમાંથી પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ઼જ્યુએટ કર્યું છે. એ પછી તે વર્ષ 2017માં ભારત આવી અને એક કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરવા લાગી હતી.

Image Source

ગયા વર્ષે પણ આકાશ અને શ્લોકાની સગાઇ બાદ અનંત અને રાધિકાની કર્ટલીક તસવીરો વાયરલ થઇ હતીઅ ને એવી અટકળો પણ લાગી હતી કે તેમની પણ જલ્દી જ સગાઇ થઇ જશે. જો કે રિલાયન્સના સ્પોક્સપર્સને આ વાતને નકારી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks