રાજપૂત કરણી સેનાનો આનંદસાગર સ્વામી પર ફૂટ્યો ગુસ્સો, ભગવાન શિવ વિશે ટિપ્પણી કરી ફસાયા વિવાદમાં, માફી નહીં માગે તો ટીંગાટોળી કરીશું…

ઘણીવાર એવી એવી ઘટનાઓ ગુજરાતમાંથી સામે આવતી હોય છે, જે લોકો વચ્ચે વિવાદ ઊભો કરતી હોય છે. ત્યારે હાલમાં પ્રબોધ સ્વામી જૂથના સાધુ આનંદ સાગર સ્વામી ચર્ચામાં છે. તેમણે ભગવાન શિવ પર કરેલું બેફાણ વાણીવિલાસ તેમને ભારે પડ્યું છે. તેમણે ભગવાન શિવજી વિશે ટિપ્પણીથી કરી હતી અને તેને પહલે શિવ ભક્તો અને સનાતન સેવકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આનંદસાગર સ્વામીએ શિવજી પર કરેલા વાણી વિલાસથી સંત સમાજમાં રોષ ભભૂકી ઉઠતા તેમણે માફી માગી હતા. આ બાબતે કરણીસેનાએ કહ્યુ હતુ કે, માફી નહીં માગે તો ટીંગાટોળી કરીશું.

જો કે, શિવ ભક્તોએ આ મામલે કહ્યું હતુ કે, પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા દેખાડવાનો આ હીન પ્રયાસ છે. આવી વાણી સંતને ન શોભે. મહાદેવ સૃષ્ટિના સર્જનહાર છે. તેમણે આગળ એવું પણ કહ્યુ હતુ કે, સાધુ આનંદ સાગરને ગાદી પરથી હટાવો, આવા સંત સંત કહેવાને લાયક નથી. સાધુ આનંદ સાગર જાહેરમાં માફી માંગે. આ મામલે રાજકોટમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં આનંદસાગર સ્વામીના પોસ્ટરો સળગાવી બ્રહ્મ સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.

જો કે, આ મામલે વિવાદ વધતા જોઇ આનંદસાગર સ્વામીએ માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે, આનંદસાગર સ્વામીએ કહ્યુ હતુ કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ. એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી તેમણે પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય.

ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થાય એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આણને સૌને થઈ છે.

Shah Jina