ખબર

ગુજરાતમાં આ જગ્યાએ લગાવવામાં આવ્યુ 7 દિવસનું લોકડાઉન, જાણો કારણ

ગુજરાતમાં કોરોનાના કેસનો હાહાકાર વધતો જઇ રહ્યો છે. ચૂંટણી બાદ કોરોનાના કેસ વધતા ચિંતામાં વધારો થયો છે. આ સાથે જ કોરોનાનુ રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યુ છે. પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે જયાં કોરોનાના કેસમાં વધારો થતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્થાનિક ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. સૌથી વધુ ચિંતા સુરતમાં ઉભી થઈ છે. સુરતમાં યુકેના નવા સ્ટેઈનના બે પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે, જેથી આ સ્ટેઈન રાજ્યમાં વધુ ફેલાય નહીં તેની કાળજી રાખવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આણંદ જિલ્લામાં કોરોના કેસો વધી રહ્યા હોવાથી હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાને કારણે આણંદના સારસા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાના આદેશ કરવામાં આવ્યો છે. આણંદના સારસા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આણંદ જિલ્લાના સારસા ગામમાં એક સાથે 25 જેટલા કેસ નોંધાતા ગ્રામ પંચાયતે સતર્કતાથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર

સારસા ગામમાં આજથી 16 માર્ચ સુધી જીવન જરુરિયાત સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. તો ગામમાં લોકોએ પણ માસ્ક પહેરવાના અને સોશલ ડિસ્ટંસના નિયમનું કડક પાલન કરવાનું રહેશે.

લોકડાઉન દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેની દુકાનો 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટેની છૂટ આપવામાં આવી છે. તો ખરીદી કરવા આવનારે માસ્કનો ફરજીયાતપણ ઉપયોગ કરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. આ નિર્ણય કોરોનાના વધી રહેલા કેસને લઈન લેવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે મંગળવારે 24 કલાકમાં 581 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે, અને 453 દર્દીઓ સાજા થયાં છે. તેમજ અમદાવાદ તથા વડોદરામાં કોરોનાને કારણે 1-1 વ્યક્તિનં મોત થયું હોવાનું સામે આવ્યું છે.