અમેરિકામાં આણંદના પટેલની હત્યાઃ જાણો શું હતું કારણ

અમેરિકા જવાના સપના જોનારા સાવધાન થઇ જાઓ: આણંદના પ્રેયર્સ પટેલની અમેરિકામાં દર્દનાક હત્યા થતા બધા ગુજરાતીઓ ફફડી ઉઠ્યા- જાણો આખો મામલો

છેલ્લા કેટલાક સમયથી વિદેશોમાંથી ગુજરાતી કે ભારતીયની હત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં જ કેટલાક સમય પહેલા એક ભારતીયની વીરાણી જ્વેલર્સમાં લૂંટનો મામલો સામે આવ્યો હતો. આ પહેલા અમેરિકામાંથી ઘણા ગુજરાતી/ભારતીયોની હત્યાના મામલા સામે આવ્યા છે. ત્યારે હાલ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના આણંદના યુવકની હત્યા નિપજાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી યુવકને લૂંટના ઇરાદે ત્રાટકેલા શખ્સોએ પોઇન્ટ બ્લેકથી ગોળી મારી હતી અને તેની હત્યા કરી નાખી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

દીકરાના મોતથી વતનમાં રહેતા પરિવારજનોમાં હડકંપ મચી ગયો છે. હાલ તો મૃતક યુવકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાય સમયથી પ્રેયર્સ પટેલ કે જે આણંદના મુળ સોજીત્રા ગામનો વતની છે તે અમેરિકામાં સ્થાઈ થયો હતો. ત્યારે બુધવારના રોજ રાત્રે તે અમેરીકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા આ દરમિયાન ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે આવેલ શખ્સોએ ગોળીઓ વરસાવી હતી.

આ ગોળીબારમાં બે કામદારોના મોત થયા હતા. મોતને ઘટનાની જાણ થતા જ પોલિસ પણ આવી પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલિસ જ્યારે આવી તે દરમિયાન સ્ટોરની અંદર બે માણસો બંદૂકની ગોળીથી પીડાતા જોવા મળ્યા હતા. જો કે તેમનું સારવાર મળે તે પહેલા જ મોત થયુ હતુ. પોલીસ તપાસમાં મૃતક યુવક ન્યુયોર્ક ટાઉનના પ્રેયસ પટેલ અને લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું હતું.

મૃતક પ્રેયસ પટેલ સ્ટોરનો માલિક હોવાનું સામે આવ્યુ હતુ અને જે બીજા વ્યક્તિનું મોત થયુ છે તે થોમસ સ્ટોરનો કર્મચારી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે હવે વધુ એક ગુજરાતીની અમેરિકામાં ગેસ સ્ટેશન પર પોઇન્ટ બ્લૅકથી ગોળી મારી હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે.

Shah Jina