જો જો તમે આવી ભૂલ ન કરતા….આણંદમાં રેલ્વે ટ્રેક પર અચાનક જ ટ્રેન આવી અને થઇ ગયા શરીરના ટુકડેટુકડા
ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યા, હત્યા અને અકસ્માતે મોતના ઘણા કિસ્સાઓ સામે આવે છે. આજ કાલના યુવકો અને છોકરાઓ તો ફોનમાં એવા મશગુલ થઇ જતા હોય છે અથવા તો ફેમસ થવાના ચક્કરમાં કંઇક એવું કરી બેસતા હોય છે કે તેને લીધે કોઇ અકસ્માત સર્જાતા તેમને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. હાલમાં એક અકસ્માતે મોતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આણંદના મંગળપુરા ફાટક પાસે મોડી રાત્રે મોબાઇલ પર વાતોમાં વ્યસ્ત યુવકનું ટ્રેનની હડફેટે આવતા ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યુ હતુ.

આ મામલે શહેર પોલિસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના જીટોડીયા રોડ પર આવેલ વિસ્તૃત પાર્ક ખાતે રહેતા 29 વર્ષિય દીપક બારોટ 12-13 દિવસ અગાઉ મોડી રાત્રે કોઇ કામ અર્થે ઘરની બહાર નિકળ્યાં હતાં અને આ દરમિયાન તે મંગળપુરા ફાટક પાસે હતો ત્યારે જ મોબાઇલ પર વાતો કરતો અને તે મોબાઇલ પર વાત કરતા કરતા રેલવે ટ્રેક સુધી પહોંચી ગયો હતો.

આ દરમિયાન દીપક મોબાઇલમાં એટલો મશગુલ હતો કે ટ્રેન આવવાની તેને જાણ જ ન રહી અને તે ટ્રેનની હડફેટે આવી ગયો. દીપકને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.આ અંગેની જાણ દીપકના પરિવારને થતા તેઓ આવી પહોંચ્યા હતા. આ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. દિપકનો મોટો ભાઈ કેતન બારોટ આણંદ પાલિકામાં કાઉન્સીલર છે. તે ભાજપ મેન્ટેડ પર વિજેતા પણ બન્યો છે.