પરણિતાના એક એક કપરા કાઢીને શરીર પર કંકુ લગાવ્યું, પછી ભૂવાએ વારંવાર શરીરસુખ માણ્યું, પછી તેના પપ્પાએ….જાણો આખો સ્ટોરી
ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મનો કિસ્સો સામે આવે છે, જેમાં કેટલીવાર પરણિત સ્ત્રીઓ, યુવતિઓ કે પછી સગીરાઓ નરાધમોનો શિકાર બનતી હોય છે. ત્યારે હાલમાં આણંદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. આણંદમાં ભુવાએ અંધશ્રદ્ધામાં નિ:સંતાન મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. લગ્નના 8-9 વર્ષ બાદ પણ મહિલાને સંતાન પ્રાપ્તિ ન થતા તે ભુવા પાસે ગઈ અને ભુવાએ ધાર્મિકવિધિથી પુત્ર પ્રાપ્તિ થશે એવું પ્રલોભન આપી મહિલાને બે મહિના સુધી ગોંધી રાખી અને તેના પર દુષ્કર્મ આચર્યુ.
ત્યારે આ મામલો પોલિસ સ્ટેશનમાં થતા આંકલાવ પોલીસે આરોપી ભુવા અને તેની મદદગારી કરનાર તેના પિતાની અટકાયત કરી કાર્ચવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદના ચકલાસીના દંપતીને લગ્ન જીવનના 8 વર્ષ બાદ પણ સંતાન નહોતુ અને તેને લઇને તેઓએ સંબંધીની ઓળખાણથી આણંદના આંકલાવના ખડોલ ગામમાં માતાજીના ભુવા નીતીશ મનુભાઈ સોલંકીનો સંપર્ક કર્યો. જો કે, નરાધમ પાખંડી ભુવા નિતિશે દંપતીને ત્રણ મહિના સુધી રવિવાર ભરવા જણાવ્યું અને સંતાન પ્રાપ્તિની પ્રબળ ઈચ્છાને કારણે તેઓ પાખંડી ભુવાની વાતમાં પણ આવી ગયા અને તે કહે તેમ કરવા લાગ્યા.
જો કે, ભુવાએ દંપતીનો વિશ્વાસ કેળવવા પહેલા તો પરણીતાને પોતાની ધર્મની બહેન બનાવી અને પછી ખેલ ખેલી ગયો. ભુવાએ મહિના પહેલા સંતાન પ્રાપ્તિની વિધી કરવાના બહાને પરણિતાને બાઇક પર મહેમદાવાદ અને પછી ત્યાંથી પોતના ઘરે ખડોલ લઈ આવ્યો અને ઘરમાં બનાવેલ મંદિરની નીચેના ભોંયરામાં લઈ જઈ સંતાન પ્રાપ્તિની વિધિ શરૂ કરી. પહેલા તો પરણીતાને નિર્વસ્ત્ર કરી અને પછી તેના પર કંકુ લગાવ્યુ અને પૂર્ણ વિધિ કરવાના બહાને તેણે પરણીતા પર દુષ્કર્મ આચર્યું.

જો કે, એકવાર નહિ પણ સતત એક મહિનો પાખંડી પરણીતા સાથે સંતાન પ્રાપ્તિની વિધિના બહાને દુષ્કર્મ આચરતો રહ્યો. આ કાંડમાં તેના પિતા મનુભાઈ સોલંકીએ પણ સાથ આપ્યો. આ ઉપરાંત ભુવાના પિતાએ પણ પરણીતા ઉપર દુષ્કર્મ અચરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આખરે મહિના બાદ પરણીતાને મુક્ત કરતા તેણે હિંમત એકઠી કરી પતિને સમગ્ર ઘટના જણાવી અને તે બાદ મામલો પોલિસ સ્ટેશન પહોંચ્યો. જે બાદ પોલિસે ફરિયાદને આધારે ભુવા અને તેના પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી, અને બંનેની ધરપકડ કરી.