વિદ્યાનગરમાં સગીરા સાથે ગંદુ કામ કરનાર હવસખોર શિક્ષક ઝડપાયો, માં-બાપ ચેતી જજો આ કળયુગ છે

વિદ્યાનગરમાં ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન: ધોરણ-10 ની યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું, ભાઈકાકા સ્ટેચ્યૂ નજીક….જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ, વિદ્યાર્થીઓ અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે, આવા કિસ્સાઓમાં પુત્રવધુ-સસરા, દિયર-ભાભી અને ગુરુ-શિષ્યાના સંબંધો લજવાય છે. ત્યારે હાલમાં આણંદના વિદ્યાનગરમાંથી ગુરુ-શિષ્યાના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીને એક શિક્ષકે બોર્ડની કોમ્પ્યુટરની પરિક્ષામાં નાપાસ કરાવવાની ધમકી આપી હતી. જે બાદ દુષ્કર્મ આચર્યુ હતુ. ગુરુ તો બાળકનું ભવિષ્ય ઉજ્જવળ કરે છે પરંતુ વિદ્યાનગરના એક શિક્ષકે તો વિદ્યાર્થીનીનું ભાવિ બગાડ્યુ.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના વલ્લભવિદ્યાનગરમાં રેલ્વે ફાટક પાસે આવેલ આઈ.બી પટેલ ઈંગ્લીશ મિડીયમ સ્કુલના શિક્ષક દર્શન સુથારે શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીર વિદ્યાર્થીનીને કોમ્યુટરમાં માર્કસ નહી અપાવી નાપાસ કરવાની ધમકી આપી હતી અને બોર્ડની પરિક્ષામાં તે પેપર તપાસવા જનાર હોવાથી તેને પરિક્ષામાં નાપાસ કરવાની ધાક ધમકીઓ આપી હતી.જે બાદ વિદ્યાર્થીનીનાં ધરે કોઈ ના હોવાને કારણે અવારનવાર વિદ્યાર્થીનીનાં ઘરે જઈ તેના પર બળજબરી દુષ્કર્મ આચર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

આરોપી શિક્ષકે છેલ્લા બે-એક મહિનામાં ઘણીવાર કિશોરી પર ધાક ધમકીઓ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું અને એવું પણ કહ્યુ હતુ કે જો આ વાતની કોઇને તે જાણ કરશે તો તે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખશે એવી ધમકી પણ આપી હતી. જો કે, પીડિતાએ સમગ્ર ધટના પરિવારજનોને જણાવી હતી અને તે બાદ તેની માતાએ વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

representative image

શિક્ષક સામે પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ વિદ્યાનગર પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હવસખોર શિક્ષકને ઝડપી લીધો હતો. હાલ પોલીસ દ્વારા યુવતી અને આ લંપટ શિક્ષકની મેડિકલ તપાસ માટે કાર્યવાહી કરાઈ રહી છે.

Shah Jina