ખબર

શિક્ષણનગરીમાંથી સામે આવ્યો ગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, નગ્ન અવસ્થામાં પ્રોફેસરે વિદ્યાર્થીનીને કર્યો વીડિયો કોલ અને પછી કર્યુ એવું કે…

ગુજરાતની શિક્ષણનગરી કહેવાતા આણંદમાંથી ગુુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. એક જાણિતી કોલેજમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી ચૂકેલ પ્રોફેસરે કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીને વીડિયો કોલ કરી અને આપત્તિજનક હાલતમાં એટલે કે કપડા પહેર્યા વગરની કઢંગી હાલતમાં લોભામણી વાત કરી અને બિભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ કરતો એક નનામો પત્ર સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જો કે, આ પત્ર અને ઘટનાની હાલ કોઇ ખરાઇ થઇ શકી નથી.

મીડિયા રીપોર્ટ અનુસાર, હાલ સોશિયલ મીડિયા પર જે પત્ર ફરતો થયો છે તેમાં લગભગ બે મહીના પહેલા પ્રોફેસરે એક વિદ્યાર્થીનીને કોલ કર્યો હતો અને તેમાં તે કઢંગી હાલતમાં હતો. આ વીડિયો 10 મીનિટનો છે અને આમાં પ્રોફેસર યુવક જોવા મળી રહ્યો છે, તે વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી કરી રહ્યો છે પરંતુ સામે કોઇ યુવતિ કે વિદ્યાર્થીની હોય તેવું કંઇ જોવા મળી રહ્યુ નથી. જેને કારણે આ વીડિયો ઇરાદાપૂર્વક બનાવવામાં આવ્યો હોય તેવું હોઇ શકે છે.

સોશિયલ મીડિયા પર જે પત્ર વાયરલ થઇ રહ્યો છે, તેમાં જે નામનો ઉલ્લેખ છે તે વ્યક્તિ છેલ્લા પાંચેક વર્ષમાં જે તે ફેકલ્ટીમાં ભણીને ગઇ હોવાનું પણ જાણવા મળ્યુ નથી. આ મામલે પ્રોફેસરે કહ્યુ કે આ વીડિયો તેની પત્ની સાથેનો છે અને આવું કહી તેને હાલ વાતને ટાળી છે. પરંતુ પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પ્રોફેસર જે જગ્યાએ છે તે ઘરની નથી અને કોઇ ઓફિસની હોય તેમ જાણવા મળી રહ્યુ છે.

આ સમગ્ર કિસ્સામાં વ્યક્તિ પકડાય નહીં તે માટે જે તે સમયે સોશિયલ મીડિયા પરથી તેના તમામ ફોટા ડિલીટ કરી દીધા હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીના નામે જે પત્ર ફરતો થયો છે તેમાં કરવામાં આવ્યો છે.