સમલૈગિક સંબંધ બાંધવાના શોખીનો ચેતી જાઓ: આણંદમાં આધેડ લટ્ટુ થઈને એકાંત માણવા આવ્યો અને થયો ખતરનાક કાંડ

ઉંધો શોખ ભારે પડી ગયો: આનંદમાં ‘ગે’ પાર્ટનર સાથે મજા માણવા આધેડ હોટેલમાં ગયો, ત્યાં જે થયું તેની કલ્પના તમે પણ નહિ કરી હોય

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવે છે. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં યુવતિઓ દ્વારા યુવકોને ફસાવી તેમના વીડિયો અને ફોટો ક્લિક કરી તેમને બ્લેકમેઇલ કરવામાં આવે છે અને પછી તેમની પાસેથી હજારો લાખો રૂપિયા પડાવવામાં આવતા હોય છે. પરંતુ હાલ આણંદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સંબંધીના ઘરે આવેલા એક આધેડને સમલૈગીક સંબંધોનો ચસ્કો ભારે પડ્યો છે. એક યુવકે કરમસદની હોટલમાં બોલાવી એકાંત માણવાની લાલચ આપી અને આધેડનો વીડિયો ઉતારી લીધો હતો અને તે બાદ આ વીડિયોના આધારે તેણે તેના સાથીદારો સાથે મળી આધેડ પાસેથી રોકડ અને સોનાની ચેન સહિત મુદ્દામાલ લૂંટ્યો હતો.

આ મામલો જ્યારે પોલિસ સુધી પહોંચ્યો ત્યારે પોલિસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી અને સુરેન્દ્રનગરના ચાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી.ઘટનાની વિગત આપતા આણંદ નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું- 53 વર્ષિય વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ થોડા સમય પહેલા આણંદ સંબંધીના ઘરે આવ્યા હતા અને ત્યારે તેમના મોબાઇલ પર 23 જુલાઇ 2022ના રોજ સો.મીડિયા એપ પર કોઇ લવ મેચ્યોર નામની વ્યક્તિએ મેસેજ કર્યો હતો. આ મેસેજનો આધેડે રીપ્લાય આપ્યો અને તે બાદ થોડી વાતચીત થઇ અને પછી આધેડે પોતાનો નંબર પણ આપ્યો હતો.

આ નંબર પર તે વ્યક્તિએ વીડિયો કોલ કર્યો હતો અને સામે કોઇ યુવક હતો. આધેડે થોડી ઘણી તેમને લગતી વાતચીત કરી અને યુવક ગે હતો અને તેણે સમલૈંગિક સંબંધની ઓફર કરી હતી. જેથી લાલચમાં આવેલા આધેડે એક હોટલમાં એકાંતમાં મળવાનું નક્કી કર્યું હતું. નક્કી થયેલ સ્થળ મુજબ આધેડ રાત્રે 8.30 વાગ્યા આસપાસ કાર લઇને કરમસદ રોડ પર આવેલી હોટલમાં ગયાં ત્યારે ત્યાં પહેલેથી યુવક હાજર હતો. તે હોટલના પાછળના દરવાજાથી ખાસ રૂમમાં લઇ ગયો હતો. આ રૂમમાં ગયા બાદ આધેડ અને યુવકે કપડાં ઉતાર્યાં હતાં.

પરંતુ હજુ તેઓ આગળ વધે તે દરમિયાન ડોરબેલ વાગતા બન્ને ચોંકી ગયાં. તે બાદ બંનેએ કપડાં પહેરી લીધાં. આ દરમિયાન આધેડે દરવાજો ખોલ્યો અને ચાર શખસો રૂમમાં જબરદસ્તી ઘુસી ગયા અને રૂમના ટેબલ પર સંતાડેલો મોબાઇલ ફોન કાઢી વીડિયો બતાવ્યાં. આ જોઇ આધેડ હેબતાઈ ગયાં. ચારેયે આધેડને પકડીને 5 લાખની માગ કરી અને કહ્યુ કે, જો પાંચ લાંખ નહીં આપે તો તારા ગંદા વીડિયો સો.મીડિયામાં વાયરલ કરી દઇશ. આ ઉપરાંત બારીમાંથી બહાર ફેંકી મારી નાખવાની ધમકી પણ આપી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આધેડે આ સમયે સોનાની ચેન, 4500 રોકડા, આપ્યા હતા. તે બાદ બે દિવસમાં 5 લાખની વ્યવસ્થા કરવા આરોપીઓ જણાવી ભાગી ગયા હતા. ત્યારે આધેડે પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને આ બાબતની પોલીસને જાણ કરી. ત્યારે પોલિસે તાત્કાલિક તપાસ હાથ ધરી સોમવારના રોજ ચાર શખસને પકડી પાડ્યાં પરંતુ એક શખસ ભાગી જવામાં સફળ થયો હતો.આધેડની ફરિયાદ આધારે પોલિસે શક્તિ મનોજ બાજીપુરા, તનવીર અહેમદ જુનેજા, નહેરૂ બહાદુર રબારી તેમજ આસિફ લિયાકત અંતાણીને પકડી પાડ્યાં હતાં અને કુલદીપ દીપક ઝારોલા ફરાર થઇ ગયો હતો.

Shah Jina