આણંદ : મંદિર તોડાતા લોકો ઉશ્કેરાયા, દબાણ હટાવવા સમયે થયો પથ્થરમારો…પોલિસે કરી ડંડાવાળી;જુઓ વીડિયો

ગુજરાતમાંથી ઘણીવાર દબાણો હટાવવાની કામગીરી દરમિયાન પોલિસ અને લોકો વચ્ચે ઘર્ષણ થવાની ખબર સામે આવે છે, ત્યારે હાલમાં આણંદની બોરસદ ચોકડી પાસે સોજિત્રા રોડ પરની સરકારી પડતર જમીન પર લગભગ ચાર દાયકાથી દબાણો ખડકાયા હતા. કેટલાક પરિવારોએ તો ગેરકાયદે કાચા-પાકા ઝૂંપડા બાંધીને દબાણ કર્યું હતું. ત્યારે આ મામલે દબાણો દૂર કરવા તંત્ર દ્વારા અનેકવાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

જો કે રાજકીય દબાણને પગલે આ દબાણ હટાવવાની કામગીરી દર વખતે પડતી મુકાતી હતી. જો કે આજે વહેલી સવારથી દબાણ હટાવવાની કામગીરી થઈ પરંતુ બપોર બાદ મંદિરનું દબાણ દૂર કરવા જતાં પોલીસ પર પથ્થરમારો કરાયો અને આને કારણે પોલીસે પથ્થરમારો કરનાર સ્થાનિકો પર પોલીસે બળપ્રયોગ કર્યું હતું. આ મામલે 15 જેટલા લોકોની અટકાયત પણ કરી હતી. પોલીસે પથ્થરમારામાં 70 ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

આ જગ્યામાં જે ચાર જેટલાં નાના-મોટા મંદિર દબાણકર્તાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા તેને પણ તોડવાની કામગીરી કરાઇ હતી. જેને કારણે સ્થાનિકો એકાએક ઉશ્કેરાઈ ગયાં હતાં અને રોષે ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કરતાં મામલો બિચક્યો હતો. જો કે, મામલો વધુ વણસે એ પહેલાં ડ પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો અને 15 જેટલા અસામાજિક તત્વોની અટકાયત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થિતિ કાબૂમાં આવ્યાં બાદ રહીશોએ મંદિરમાં પૂજા-આરતી કરી હતી અને જાતે જ ભગવાનની મૂર્તિઓ હટાવી દીધી હતી.

જો કે, જેસીબીના ડ્રાઈવરોએ મંદિર તોડવાની ના પાડતા તંત્રની ટીમે એક બિનહિન્દુ ડ્રાઈવરને આ મંદિર તોડવા તૈયાર કર્યો પરંતુ તે ડ્રાઈવર યોગ્ય રીતે જે.સી.બી મશીન ચલાવી શકતો ન હોવાને કારણે મંદિર તોડવાની કામગીરી અટકી હતી. જો કે, મહામુસીબતે શીખાઉ ડ્રાઈવરે જેસીબીથી તમામ મંદિરનો શિખર સહિતનો થોડો-થોડો હિસ્સો તોડી પાડ્યો હતો. આ દરમિયાન સ્થાનિકોના આંખમાં આંસુ આવી ગયાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by News18 Gujarati (@news18gujarati)

Shah Jina