પતિ સાથે જેલમાં ફ્રેન્ડશીપ થઇ, તે જ મિત્રે આણંદમાં પરિણીતાને ગાડીમાં બેસાડી તેના મામાના દીકરાના ઘરે લઈ ગયો, રૂમમાં સુખ માણ્યું, ત્યારબાદ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે છેડછાડ અને બળાત્કાર ગુજારવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ આણંદ જિલ્લામાંથી એક ચકચારી ભરેલો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિણીતાના પતિના મિત્રએ જ પરિણાતાને ધાક ધમકી આપી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના એક ગામમાં રહેતી પરણિતાનો પતિ, તેનો જેઠ અને તેનો મિત્ર એક હત્યાના કેસમાં જેલની અંદર હતા. થોડા સમયમાં જ તેના પતિનો મિત્ર જેલમાંથી જામીન ઉપર છૂટી ગયો અને તેનો જેઠ અને પતિ હજુ સુધી જેલમાં જ હતા.
પતિનો મિત્ર કેતન ઉર્ફે પપ્પુ પાસે પરિણીતાનો મોબાઈલ નંબર હોવાના કારણે તેને ફોન કરી અને પતિ અને જેઠના કેસને લગતું કોઈ કામ છે તેમ કહીને મળવા માટે બોલાવી હતી, શરૂઆતમાં પરણિતા તૈયાર ના થઇ પરંતુ પછીથી જે જગ્યાએ પરણિતા નોકરી કરતી હતી તે જગ્યાએ તેને મળવા માટે બોલાવ્યો.
થોડા દિવસમાં પરણિતાને કેતન તેના મામાના દીકરાના ઘરે કારમાં લઇ ગયો અને ગરમીનું બહાનું કાઢી બેડરૂમમાં ગયો અને ત્યાં બેડ ઉપર જબરદસ્તી ધક્કો મારી હું તને પ્રેમ કરું છું તેમ કહીને તેની સાથે અડપલાં કરવા લાગ્યો, ત્યારે પરણિતાએ વિરોધ કરતા કેતનને ગુસ્સામાં આવી તેની કંપની ઉપર પરત મૂકી ગયો.
આ ઘટના બાદ પરણીતાએ કેતન સાથે વાતચીત બંધ કરી દીધી, પરંતુ કેતન તેને ફોન અને મેસેજ કરીને વારંવાર દબાણ કરતો હતો અને પરણિતાની કંપનીની બહાર આવીને ઉભો રહેતો હતો. જેના બાદ કેતને પરણિતાને ધાક ધમકીઓ આપવાની શરૂ કરી, તેના પતિ અને જેઠને જેલમાંથી છૂટવા નહિ દઉં અને તેમને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપી હતી જેના બાદ પરણિતા તેના વશમાં થઇ ગઈ હતી.
ત્યારબાદ કેતન પરણિતાને તેના મામાના દીકરાના ઘરે તારાપુર, તેમજ તારાપુરની હોટલમાં અને કારમાં લઇ જઈને વારંવર દુષ્કર્મ આચારતો હતો. જેનાથી કંટાળીને આખરે પરણીતાએ ખંભાત પોલીસ મથકમાં કેતન ઉર્ફે પપ્પુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે..