જૂઠ્ઠા ડિવોર્સ પેપર બતાવી આણંદનો યુવક બીજીવાર ચઢ્યો ઘોડી, પહેલી પત્નીને જાણ થતા જ થયુ એવું કે…

ગુજરાતમાંથી અનેક વાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેને સાંભળી આપણે આશ્ચર્યમાં મૂકાઇ જતા હોઇએ છીએ. ઘણીવાર લગ્નેતર સંબંધોની ઘટના પ્રકાશમાં આવતા હોબાળો મચી જતો હોય છે ઘણીવાર લગ્ન બાદ ફેક ડિવોર્સ પેપરના આધારે કોઇ યુવક કે યુવતિ બીજા સાથે લગ્ન કરી લેતા હોય છે, પરંતુ આવો મામલો સામે આવતા ચકચાર મચી જતી હોય છે. હાલમાં આવો જ કિસ્સો પેટલાદના નાર ગામેથી સામે આવ્યો છે. આ કિસ્સો બિલકુલ ફિલ્મની કહાની જેવો છેે. જેમાં એક NRI યુવતિ સાથે લગ્ન કરવા માટે એક યુવક ઘોડી ચઢ્યો હતો પરંતુ તે જ સમયે એક યુવતિ તેની પત્ની હોવાનું બહાર આવતા જ ભાંડો ફૂટ્યો હતો. યુવતિ અને પરિવારજનોને જોતા જ યુવક અને તેના પરિવારજનો ભાગી ગયા હતા. જો કે, ઘટનાની જાણ પોલિસને કરાતા પોલિસે મામલો થાળે પાડ્યો હતો.

Image source

ઘટના જોઇએ તો, આણંદના રહેવાસી પાર્થ પટેલ નામના યુવકના લગ્ન સ્પેનથી આવેલી NRI યુવતિ સાથે લેવામાં આવ્યા હતા, પરંતુ વર્ષ 2019માં તેના લગ્ન અમીષા ચૌહાણ નામની યુવતિ સાથે થઇ ગયા હતા. અમીષાના કહેવા અનુસાર, તેનો પરિચય પાર્થ સાથે સોશિયલ મીડિયામાં થયો હતો અને તે બાદ તે બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તેઓ છ મહિના સાથે રહ્યા અને પછી તેના પિતાનું મોત થતાં અમીષા પિયર ગઈ હતી. તેના પિયર ગયા બાદ યુવકે સો.મીડિયામાં બીજા સાથે વાત કરવાનું શરૂ કર્યુ. ત્યારે ગત ડિસેમ્બરમાં યુવકે તેની સાથે ડિવોર્સ માંગ્યા.

Image source

અમિષાએ આગળ કહ્યુ કે, મહિલા પોલીસ સ્ટેશનમાં તેણે આ અંગે અરજી પણ આપી હતી. જો કે, જ્યારે આ યુવક જયારે બીજીવાર ઘોડી ચઢ્યો ત્યારે તેમણે જોયુ કે તેના પિતાએ જૂઠ્ઠા ડિવોર્સ પેપર રજૂ કર્યા હતા. તેમના તો હજુ સુધી ડિવોર્સ થયા જ નથી. લગ્ન દરમિયાન યુવતીનાં પરિવારજનોએે 20 લાખથી પણ વધુનો ખર્ચો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, છેલ્લાં ચારેક દિવસથી તેમના ઘરે જમણવાર ચાલતો હતો. જોકે, ખર્ચાને લઈને યુવતીના અને યુવકના પરિવારજનો વચ્ચે ચડભડ પણ થઈ હતી.

Image source

યુવતીનાં પરિવારજનો દ્વારા તેમની પાસેથી ખર્ચો પણ માંગવામાં આવ્યો હતો. ત્યારે યુવક  જયારે પાર્કિંગમાં કાર લેવા માટે ગયો આ દરમિયાન ગામના પૂર્વ સરપંચે તેને પકડી લીધો, જો કે બીજા લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. કેટલાક લોકોનું કહેવુ છે કે, જાનમાં આવેલા યુવકે બચવા માટે પોતાની પાસે જે રિવોલ્વર હતી. રીપોર્ટ અનુસાર આ યુવકની પહેલી પત્ની એટલે કે અમીષા ચૌહાણે ચાલુ લગ્નમાં વિરોધ કર્યો હતો, જેના કારણે મામલો બિચક્યો હતો.

Shah Jina