ખબર

સરદારજીએ કાર પાર્કિગનનો એવો જુગાડ લગાવ્યો કે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ ચોંકી ગયા, તમે પણ જુઓ વિડીયો

આજના સમયની સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો તે છે પાર્કિંગની. ઘણા લોકો તો પોતાની પાસે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે ગાડી ખરીદવાનું સપનું જ પૂરું નથી કરી શકતાં, યોગ્ય પાર્કિંગ ના મળવાના કારણે તે ગાડી ખરીદવાનો વિચાર પણ નથી કરતા અને તેમની ઈચ્છા અધૂરી રહી જાય છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સરદારજીએ ગાડી પાર્કિંગ કરવા માટે એવો જુગાડ વાપર્યો કે મહિંદ્રા કંપનીના ડાયરેક્ટર આનંદ મહિન્દ્રા પણ વિચારમાં પડી ગયા અને તેમને પણ આ વીડિયોને રીટ્વીટ કરીને પોસ્ટ કર્યો.

Image Source

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા ઉપર ખાસા એક્ટિવ રહેતા જોવા મળે છે. ખાસ કરીને ટ્વીટરમાં. ઘણા લોકો તેમને ફોલો કરે છે અને સારી લાગતી અથવા કોઈ અવનવી ટ્વીટના રીપ્લાય પણ તેઓ આપે છે. હાલમાં જ તેમને એક સરદારજીનો વિડીયો રીટ્વીટ કર્યો જેમાં સરદારજી ગાડીને પાર્ક કરવા માટે એક જુગાડ કરે છે અને આ જુગાડ આનંદ મહિન્દ્રાને ખુબ જ પસંદ આવી ગયો. સાથે ભારિતયોના આ જુગાડની પ્રસંશા પણ આનંદ મહિન્દ્રાએ કરી હતી.

વિડીયોમાં જોઈ શકાય છે કે સરદારજી પોતાની કાર લઈને ગેટની અંદર પ્રવેશે છે અને ઘર પાસે ઉભેલો એક વ્યક્તિ ઘરની દીવાલ પાસે રહેલી એક લોખંડની એંગલને રસ્તા ઉપર લાવે છે, ત્યારબાદ સરદારજી પોતાની ગાડીને એ એંગલ ઉપર ચઢાવી નીચે ઉતરે છે અને દરવાજો લોક કરી એ રોલિંગ એંગલને ધક્કો મારીને દીવાલ તરફ ખસેડી છે.

Image Source

સરદારજીનો આ જુગાડ ઘણા લોકોને ગમ્યો, ઓછી જગ્યામાં ગાડી કેમ કરી પાર્ક કરી શકાય તે માટેની એક સુંદર માહિતી આ વિડીયોમાં મળી. આ વીડિયોને ઘણા લોકોએ લાઈક કર્યો તેમજ કોમેન્ટમાં પણ ઘણા લોકો સરદારજીના આ જુગાડને વધાવવા લાગ્યા.

આનંદ મહિન્દ્રાએ પણ રીટ્વીટ કરી અને “આ બહુ જ ચાલાક છે, જયારે તમારી પાસે જગ્યા ઓછી હોય ત્યારે શું કરવું? અડચણો સામે પહોંચી વળવા માટે ચાલાક ઉપાય શોધવો ભારતીય પ્રતિભા છે.” આ વીડિયોને રોહિત અગ્રવાલ નામના એક ટ્વીટર યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો જેને આનંદ મહિન્દ્રાએ રીટ્વીટ કરી અને આ જુગાડની પ્રશંશા કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.