આનંદ મહિન્દ્રાએ શેર કર્યો સોનાની ફરારીનો વીડિયો, સોશિયલ મીડિયામાં ઉભો થઇ ગયો વિવાદ, જાણો સમગ્ર મામલો

ભારતના નામચીન બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે. તે પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા ઘણી તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. આ સાથે તે ઘણા જુગાડ અને ઘણી એવી યુનિક વસ્તુઓ શેર કરતા રહે છે. હાલમાં જ આનંદ મહિંદ્રાએ એક સોનાની ફરારી કારનો વીડિયો શેર કર્યો છે. જેના ઉપર હોબાળો મચી ગયો છે.

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તે સમયે ચર્ચાને જન્મ આપ્યો જયારે તેમને એક ચમકદાર સોનાના રંગમાં લપેટાયેલી ફરારી સુપર કારનો એક જૂનો વીડિયો શેર કર્યો. આ વીડિયો “પ્યોર સોનાની ફરારી કારની સાથે ભારતીય અમેરિકી” કેપશન સાથે વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા સાઈટ ઉપર વર્ષ 2018ની શરૂઆતમાં પણ આ વીડિયો જોવામાં આવ્યો હતો.

આનંદ મહિન્દ્રાએ આ વીડિયો ટ્વીટ કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે કે, “મને નથી ખબર કે આ સોશિયલ મીડિયા ઉપર કેમ વાયરલ થઇ રહ્યો છે. આ એક સબક છે કે જયારે તમે અમીર છો તો તમારા પૈસા કેવી રીત ખર્ચ ના કરવા.”વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક વ્યક્તિ ઇટાલિયન લકઝરી સ્પોર્ટ્સ કારને સાર્વજનિક રૂપથી બતાવી રહ્યો છે જ્યાં તેની આસપાસ લોકો ભેગા થઇ ગયા છે. તો બીજા લોકો આ કારને હોબાળો પણ મચાવી રહ્યા છે અને તેની સાથે  પોતાની તસવીરો પણ ક્લિક કરાવી રહ્યો છે.

માત્ર થોડા કલાકની અંદર જ આનંદ મહિન્દ્રા દ્વારા કરવામાં આવેલી આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ. લાખો લોકોએ આ વીડિયોને જોયો છે તો હજારો લોકોએ તેને લાઈક કરી છે. ઘણા લોકો આ ટ્વીટને રીટ્વીટ પણ કરી રહ્યા છે.


એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવ્યું છે કે મને સમજમાં નથી આવતું કે આમ કરવાથી શું મળતું હશે ? તો એક બીજા યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સુપરકાર ઉપર મને દયા આવે છે. ગોલ્ડન રંગની નીચે શાનદાર ફરારીના લાલ અને પીળા રંગને ઢાંકી દેવામાં આવ્યો છે.

Niraj Patel